લવ જેહાદ કાનૂન આવે જ છે: નિતીનભાઈ પટેલે સંકેત આપી દીધા

03 March 2021 04:25 PM
Gujarat Gujarat budget
  • લવ જેહાદ કાનૂન આવે જ છે: નિતીનભાઈ પટેલે સંકેત આપી દીધા

કોઈને સગીર કે પુખ્ત ઉમરની બાળાઓની લાગણી સાથે ચેડા કરવાની મંજુરી નથી

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાના આ સત્રમાં જ લવજેહાદ કાનૂન આવે છે તેવો સંકેત બજેટ રજુ કરતા સમયે નાણામંત્રી શ્રી નિતીન પટેલે આપી દીધો હતો. આજે ગૃહ વિભાગની ફાળવણી બાબતે નાણામંત્રીએ જણાવ્યું હતું કે રાજયના પોલીસ દળને કાયદાથી પણ મજબૂત બનાવાશે. તેઓએ સંકેત આપ્યો કે રાજયમાં સગીર વયની કે પછી પુખ્ત વયની બાળાઓને લલચાવી, ફોસલાવીને કે પછી ધાકધમકીથી જે રીતે લગ્ન કરવા મજબૂત કરવામાં આવે છે તે ચલાવી લેવાશે નહી પછી તે હિન્દુ હોય કે મુસ્લીમ કોઈને પણ આ રીતે બાળાઓ કે યુવતીઓની લાગણી સાથે ચેડા કરવા દેવામાં આવશે નહી.


Related News

Loading...
Advertisement