દિલ્હી નગર નિગમની ચાર બેઠકો પર નઆપ નો વિજય: એક બેઠક કોંગ્રેસના ફાળે

03 March 2021 04:02 PM
India Politics
  • દિલ્હી નગર નિગમની ચાર બેઠકો પર નઆપ નો વિજય: એક બેઠક કોંગ્રેસના ફાળે

ભાજપને ફટકો: હવે આગામી વર્ષે પુરા નગર નિગમ પર નઆપથનો વિજય: કેજરીવાલ

નવી દિલ્હી: ગુજરાતમાં સફળતા મેળવ્યાના 24 કલાકમાં જ આમ આદમી પાર્ટીને તેના હોમ ગ્રાઉન્ડ દિલ્હીમાં નગરનિગમના પાંચ વોર્ડની યોજાયેલી ચૂંટણીમાં ભવ્ય વિજય મળતા પક્ષના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ હવે આગામી વર્ષે યોજાનારી દિલ્હીના ત્રણેય નગર નિગમની ચૂંટણીમાં પણ નઆપથ હાલના શાસક ભાજપ પાસેથી સતા છીનવી લેશે તેવો પડકાર કર્યો હતો.
દિલ્હીના બે નગર નિગમની પાંચ વોર્ડની ખાલી પડેલી બેઠકમાં પેટાચૂંટણીમાં આજે મતદાન થતા ચાર બેઠકો પર નઆપથ ફરી જીતી છે અને કોંગ્રેસ પક્ષે એક વોર્ડમાં જબરો વિજય મેળવ્યો છે. જયારે ભાજપ્ને એક પણ બેઠક મળી નથી. તા.28ના રોજ અહી મતદાન થયુ હતું. આ બેઠકમાં ત્રિલોકપુરી રોહિણી બેઠક, શાલીબાગ બેઠક તથા કલ્યાણપુરી બેઠક પર નઆપથનો વિજય થયો. જયારે ચૌહાણ બોગર બેઠક પર કોંગ્રેસ જીતી છે. આ બેઠક કોંગ્રેસ પક્ષે આમ આદમી પાર્ટી પાસેથી આંચકી છે.જયારે ભાજપ બીજા કે ત્રીજા સ્થાને રહ્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલે પક્ષના વિજયને સરકારની કામગીરી પર લોકોના ભરોસા સમાન ગણાવ્યુ હતું.
....


Related News

Loading...
Advertisement