આ સ્માર્ટ અરીસો માત્ર આપનું પ્રતિબિંબ નહીં ઝીલે, આપશે હવામાનનાં હાલચાલ, જરૂરી જાણકારી!

03 March 2021 03:46 PM
India
  • આ સ્માર્ટ અરીસો માત્ર આપનું પ્રતિબિંબ નહીં ઝીલે, આપશે હવામાનનાં હાલચાલ, જરૂરી જાણકારી!

આ સ્માર્ટ અરીસાને જરૂરીયાત મુજબ પારદર્શક-અપારદર્શક કરી શકાશે : કેલિફોર્નિયાના એપ ડીઝાઈન સ્ટુડીયોનાં વિશેષજ્ઞોએ તૈયાર કર્યો છે આ સ્માર્ટ અરીસો

નવી દિલ્હી તા.3
આઈનો આપને આપનું પ્રતિબિંબ દેખાડે છે પણ દુનિયામાં એક સ્માર્ટ આઈનો પણ આવ્યો છે જે માત્ર પ્રતિબિંબ જ નથી દેખાડતો બલકે હવામાનની સ્થિતિ, સમાચાર, કેલેન્ડર, શિડયુલ સોશ્યલ ફીડ વગેરેની પણ જાણકારી આપે છે.! અમેરિકાનાં કેલિફોર્નીયાના એપ ડીઝાઈન સ્ટુડીયો, સ્વાઈપ લેબનાં નિષ્ણાંતોએ આ સ્માર્ટ આઈનો તૈયાર કર્યો છે

તેમનાં જણાવ્યા અનુસાર આ આઈનાને આપ જરૂરીયાત મુજબ પારદર્શક એટલે કે આઈનાની આરપાર દેખાય તેવો અને અપારદર્શક બનાવી શકો છો. આઈનાના અપગ્રેડ વર્ઝનને આપ સુવિધા અનુસાર સંશોધીત કરીને અનેક નવા ફીચર પણ જોડી શકો છો. આપ વોઈસ કમાન્ડથી (બોલીને) પણ સ્માર્ટ આઈનાને નિયંત્રીત કરી શકો છો. એટલુ જ નહિં આપની જિજ્ઞાસાઓને લઈને આઈનાને કોઈપણ સવાલ પણ પૂછી શકો છો.

આ ઉપરાંત રિમાઈન્ડર પણ સેટ કરી શકો છો. અથવા અન્ય ઉપકરણો સાથે પણ જોડી શકો છો. આપ ઈચ્છો તો એલેકસા કે ગુગલ હોમ આસીસ્ટન્ટનો પણ ઉપયોગ કરીને પણ આપ સ્માર્ટ આઈનાને કન્ટ્રોલ કરી શકો છો. કલ્પના કરો કે આપ બાથરૂમમાં આઈના સામે ઉભા છો અને દેશ અને દુનિયાની જાણકારી મેળવવા માંગો છો આ સ્થિતિમાં આપની દિનચર્યાને ડિસ્ટર્બ કર્યા વિના આ સ્માર્ટ આઈનો તમામ જાણકારી ઉપલબ્ધ કરાવી દેશે.ભારતમાં ઉપલબ્ધ આ સ્માર્ટ આઈનાની કિંમત હજારોથી લઈને લાખો સુધી છે.

કેવી રીતે કામ કરે છે સ્માર્ટ આઈનો?
સ્માર્ટ આઈનામાં કાચની પાછળ એક ફિલ્મ હોય છે જે આપના પ્રતિબિંબને દર્શાવે છે.તેમાં સાથે સાથે એક બે તરફી આઈનો પણ લગાવેલો હોય છે જે પ્રકાશને બીજી દિશાથી પસાર થવાની અનુમતી આપે છે. સ્માર્ટ મીરનની પાછળ એક મોનીટર સ્ક્રીન પણ લગાવવામાં આવે છે. તેનો ઉપયોગ કોઈપણ જાણકારીને પ્રદર્શિત કરવા માટે થાય છે. ક્ધટેન્ટ ડીસ્પ્લેનો આકાર મીરર સમાન હોઈ શકે છે અથવા તે દર્પણથી નાનો હોઈ શકે છે. આઈનામાં એક નાનુ કોમ્પ્યુટર ડીવાઈસ લગાવવામાં આવે છે. જે સ્માર્ટ આઈનાને કૃત્રિમ બુધ્ધિમતા (આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ)થી કામ કરવાની અનુમતી આપે છે. ડીવાઈસની જરૂરીયાત તે બાબત પર નિર્ભર રહી છે કે આપ કેટલો સ્માર્ટ આઈનો ઈચ્છો છો.


Related News

Loading...
Advertisement