કોરોના મહામારીનો સૌના સાથથી મુકાબલો કરી શકયા: સૌનો આભાર માનતા નાણામંત્રી

03 March 2021 03:40 PM
Rajkot
  • કોરોના મહામારીનો સૌના સાથથી મુકાબલો કરી શકયા: સૌનો આભાર માનતા નાણામંત્રી

મોટા પ્રમાણમાં માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે: આરોગ્ય સેવાના કર્મચારીઓને ખાસ બિરદાવ્યા

રાજકોટ: ગુજરાતમાં ગત વર્ષના કોરોના કાળનો ઉલ્લેખ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઈ પટેલે આજે તેમનાં બજેટ પ્રવચનમાં રાજયમાં કોરોના કાળમાં રાજય સરકારની કામગીરીનો ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે રાજયના યુદ્ધવિરોના નેતૃત્વમાં સમગ્ર રાજયનાં આરોગ્ય વિભાગ ઉપરાંત પોલીસ સહીતનાં રાજયો રાજય સરકારનાં વિવિધ વિભાગો, સરકારી હોસ્પીટલોનાં તબીબો અને પેરામેડીકલ સ્ટાફ જેઓએ પોતાના જીવનમાં જોખમ માથે મુકીને લાખો કોરોનાગ્રસ્તોને સંક્રમણ મુકત કરીને સ્વસ્થ કર્યા તે બદલ હું આ સૌનો આભાર માનું છુ. શ્રી પટેલે જણાવ્યું હતું કે રાજયએ સામુહીક રીતે કર્યો છે. જેમાં રાજયનાં મારી સામે બેસેલા તમામ ધારાસભ્યો-અધિકારીઓએ પણ તથા રાજકીય નેતાઓએ પણ સહયોગ આપ્યો છે. તે ઉપરાંત અખબારો-ટીવી માધ્યમના સંચાલકો તંત્રીઓ તથા પત્રકારોએ પણ આ મહામારી સમયે જે સાથ સહકાર આપ્યો તે બદલ હું સૌનો આભાર માનુ છું. શ્રી પટેલે જણાવ્યું હતું કે રાજયમાં આ ભગીરથ કામગીરીમાં કેન્દ્રનાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તથા કેન્દ્રનાં આરોગ્ય મંત્રીની હર્ષવર્ધન સહીતનાં મહાનુભાવોએ પણ સાથ આપ્યો છે તેનો હું આભાર માનું છુ. શ્રી પટેલે જણાવ્યું હતું કે સૌના સહીયારા સાથથી જ આપણે કોરોના મહામારીનો મુકાબલો કરી શકયા છીએ અને મોટી સંખ્યામાં જીવન બચાવી શકયા છીએ.તે માટે પણ સૌનો સાથ મળ્યો છે.


Related News

Loading...
Advertisement