ધારાસભ્યોના મત વિસ્તાર વિકાસ ગ્રાંટ એપ્રિલથી ફરી શરૂ

03 March 2021 03:37 PM
Rajkot
  • ધારાસભ્યોના મત વિસ્તાર વિકાસ ગ્રાંટ એપ્રિલથી ફરી શરૂ

દર વર્ષે રૂા.1.50 કરોડના કામ કરી શકશે

રાજકોટ: ગુજરાતમાં આજે બજેટ રજુ કરતા સમયે નાણામંત્રી શ્રી નીતિન પટેલે ધારાસભ્યોને જે મત વિસ્તાર ફંડ રૂા.1.50 કરોડ દર વર્ષે મળે છે તે પુન: ચાલુ કરવામાં આવશે. તેવી જાહેરાત કરી હતી. શ્રી પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષ કોરોનાની સ્થિતિના કારણે આ પ્રકારની ધારાસભ્યોની ગ્રાંટ મુલત્વી રાખવામાં આવી હતી અને આ નાણા આરોગ્ય સેવા માટે ફાળવાયા હતા. જે હવે તા.1 એપ્રિલ 2021 થી ફરી શરૂ થશે. જેથી આગામી નાણાંકીય વર્ષ 2021-22 ની ધારાસભ્યો આ ગ્રાંટ હેઠળ વિકાસના કામો સુચવી શકશે.


Related News

Loading...
Advertisement