યુપીમાં ભાજપ સાંસદ કૌશલ કિશોરના પુત્ર પર ગોળીબાર

03 March 2021 03:34 PM
India
  • યુપીમાં ભાજપ સાંસદ કૌશલ કિશોરના પુત્ર પર ગોળીબાર

પ્રેમલગ્ન કરનાર સાંસદ પુત્ર પર ગોળીબાર મામલે ધરપકડ કરાયેલા સાળાએ કહ્યું-આયુષે ખુદ પર ગોળી ચલાવેલી

લખનૌ તા.3
ભાજપ સાંસદ કૌશલ કિશોરના પુત્ર આયુષને બુધવારે વહેલી સવારે ગોળી મારવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. આયુષના સાળા આદર્શે ખુલાસો કર્યો છે કે તેમના બનેવીએ ખુદે પોતાના પર ગોળી ચલાવી હતી અને તેનું ચાર-પાંચ લોકોને ફસાવવાનું કાવતરૂ પણ હતું. આદર્શે તેમાંથી ત્રણ લોકોનાં નામ પણ આપ્યા હતા.

પોલીસે આ ઘટનાનાં મુખ્ય આરોપી આદર્શની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરી રહી છે. આદર્શે પોલીસને જણાવ્યું હતું કે મને નથી ખબર કે કોને ફસાવવાનું કાવતરૂ હતું પરંતુ આયુષે કહ્યું હતું કે ચાર-પાંચ લોકો છે.ચંદન ગુપ્તા, મનીષ જયસ્વાલ, અને પ્રદિપકુમારસિંહ ઉપરાંત અન્ય બે લોકો પણ છે. જેના નામથી ખબર નથી. મે આગળથી ગોળી મારી હતી.

ઉલ્લેખનીય છે કે આયુષે લવ મેરેજ કર્યા હતા અને તે પરિવારથી અલગ રહેતો હતો. જયારે ભાજપ સાંસદ કૌશલ કિશોરે જણાવ્યું હતું કે મને તેની ખબર નથી પણ એ કહેવાય રહ્યું છે કે જયારે ઘટના બની તો તેનો સાળો સાથે હતો. આયુષે લવમેરેજ કર્યા હતા. એટલે અમે તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો તેણે આત્મહત્યાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે આયુષની હાલત હવે સ્થિર છે. આયુષનો સાળો અને અને આયુષની પત્નિ શંકાના દાયરામાં છે. ત્યારે હવે આયુષની પત્નિની પણ પૂછપરછ થઈ શકે છે.


Related News

Loading...
Advertisement