નવી દિલ્હી તા.3
ગત વર્ષે મુંબઈમાં વીજળી ગુલ થવા મામલે હવે મોટો ખુલાસો થયો છે કે તે ચીનનો સાઈબર હુમલો નહોતો પણ માનવીય ભૂલના કારણે વિદ્યુત સેવા ખોરવાઈ ગઈ હતી, આ મામલે અમેરિકાનાં અખબાર ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં એવા અહેવાલો પ્રગટ થયા હતા કે મુંબઈમાં વીજળી ખોરવાઈ જવા પાછળ ચીનનો સાઈબર હુમલો જવાબદાર હતો, અને ચીનનો ઈરાદો આખા ભારતમાં વીજ પુરવઠો ખોરવી દેવાનો હતો. આ મામલે ચીને પણ સફાઈ આપતા જણાવ્યું હતું કે આ સમાચારો પૂરેપુરા પોતાને સાઈબર હુમલાનો શિકાર બતાવ્યો હતો. કેન્દ્રીય વિજળી મંત્રી આર.કે.સિંહે આ મામલે વધુમાં જણાવ્યું હતું કે માનવીય ભૂલના કારણે ગત વર્ષે ઓકટોબરમાં મુંબઈમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. હજુ સુધી એવા કોઈ પુરાવા નથી મળ્યા કે ચીનના સાઈબર હુમલાથી આ પરિસ્થિતિ સર્જાઈ હતી. વીજળી મંત્રીએ જણાવ્યું હતું કે વીજ પુરવઠો ખોરવાઈ જવા મામલે બે ટીમોએ તપાસ કરી હતી. જેમાં એક ટીમે કહ્યું હતું કે આમ માનવીય ભૂલથી કહ્યું છે. જયારે એક ટીમે સાઈબર હુમલો ગણાવ્યો હતો, પણ તેના કોઈ પુરાવા નથી મળ્યા.