બરેલી તા.3
કોરોના મહામારીને કારણે આવેલા લોકડાઉનના કારણે સ્કુલો બંધ રહેવાથી બાળકોનો અભ્યાસ ઓનલાઈન થઈ ગયો હતો. આ ઓનલાઈન અભ્યાસી દરમ્યાન કાનમાં ઈયરફોન સાંભળવાની ક્ષમતા પર ખરાબ અસર પડી છે. બહેરાશની ફરિયાદ લઈને ડોકટર પાસે આવતા બાળકોની સંખ્યામાં વધારો થયો છે.
શ્રવણ સંસ્થાઓમાં પણ 6 થી 14 વર્ષની વયના બાળકોની સંખ્યા લગભગ બે ગણી થઈ ગઈ છે. લોકડાઉન દરમ્યાન સ્કુલો બંધ રહી હતી. બાળકોએ ઓનલાઈન વર્ગથી પોતાનો અભ્યાસ કર્યો હતો. આ દરમ્યાન ઈયરફોન, હેડફોન, ઈયર બડનો ઘણો ઉપયોગ થયો મનોરંજન માટે પણ બાળકો ઈયર ફોન લગાવીને સતત કલાકો સુધી મોટા અવાજે મોબાઈલનો ઉપયોગ કરતા રહ્યા હતા.જેથી તેમનાં કાન પર ખતરનાક અસર પડી હતી.
બે ગણી થઈ ગઈ પીડિત બાળકોની સંખ્યા:
જીવનધારા પુનર્વાસ સંગઠન, બરેલી સ્પીચ એન્ડ હીયરીંગ કલીનીક, સક્ષમ પુનર્વાસી સેવા સંસ્થાન વગેરે સ્થળો પર કાનની સમસ્યાને લઈને જતા બાળકોની સંખ્યા લગભગ બે ગણી થઈ ચુકી છે. આ મામલે કમ્યુનીટી મેડીસીન વિભાગ-એમ્સનાં ડો.સંજય રાય જણાવે છે કે ઓનલાઈન કલાસ દરમ્યાન ઈયર ફોનનાં ઉપયોગથી અચાનક બહેરાશ નથી આવી શકતી કાન સંબંધી કોઈ બિમારી હોવાની સ્થિતિમાં બહેરાશ હોવાને લઈને સંભાવના વ્યકત કરી શકાય છે.