સીબીઆઈ, ઈડી, એનઆઈએની ઓફીસોમાં સીસીટીવી કેમેરા નહીં લાગતા સુપ્રીમની કેન્દ્રને ફટકાર

03 March 2021 03:13 PM
India
  • સીબીઆઈ, ઈડી, એનઆઈએની ઓફીસોમાં સીસીટીવી કેમેરા નહીં લાગતા સુપ્રીમની કેન્દ્રને ફટકાર

પોલીસ કસ્ટડીમાં મોત, ટોર્ચરને મામલે સુપ્રીમે સીસીટીવી લગાવવાનો આદેશ કરેલો : સરકારે જયારે વધારે સમય માંગ્યો તો સુપ્રીમ કોર્ટના જજે સંભળાવી દીધું- આવી બહાનાબાજી નહીં ચાલે

નવી દિલ્હી તા.3
ભારતમાં પોલીસ વ્યવસ્થાને લઈને સતત સવાલો ઉઠતા આવ્યા છે, પછી તે પોલીસ કસ્ટડીમાં મોતના કિસ્સા હોય કે વિના કારણે ટોર્ચરનો આરોપ, આ બધી જ બાબતોને લઈને પોલીસ રિફોર્મની વાત સતત થતી રહી છે, જેને લઈને સુપ્રીમ કોર્ટે આદેશ જાહેર કરીને દરેક પોલીસ સ્ટેશનો અને તપાસ એજન્સીઓની ઓફીસોમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કહેવામાં આવ્યું હતું, જેનુ પાલન ન કરવામાં આવતા આ મામલે સુપ્રીમ કોર્ટને ફટકાર લગાવી છે.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2020માં સુપ્રીમ કોર્ટે સરકારને એ આદેશ જાહેર કર્યો હતો કે પોલીસ સંબંધીત દરેક ઓફીસોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે પરંતુ તેનું પાલન ન થતા અને આ બાબતે જયારે સરકારને પૂછવામાં આવતા સરકારે જણાવ્યું હતું કે તેને હજુ વધુ સમય જોઈશે, સરકારના આ જવાબથી સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. સરકારે હવે આ મામલે પત્ર લખીને વધુ સમય માંગ્યો છે. જેના સંદર્ભમાં જસ્ટીસ નરીમાને સરકારને જણાવ્યું હતું કે અમને તો અલગ જ ધારણા મળી રહી છે કે આપ આ જવાબદારીથી પલાયન કરી રહ્યા છે, અમે આવી બહાનાબાજી નહીં ચલાવીએ.

સરકાર તરફથી સોલીસીટર જનરલે આ મામલે ફંડ એકત્ર કરવાની કોશીશનો પણ ઉલ્લેખ કર્યો હતો, જના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આપ અમને એ જણાવો કે અત્યાર સુધીમાં કેટલું ફંડ એકત્ર કર્યું. જેના જવાબમાં સોલીસીટર જનરલે 10 દિવસનો સમય માંગ્યો હતા. બાદમાં સુપ્રીમ કોર્ટે આગામી ત્રણ સપ્તાહમાં સોગંદનામુ દાખલ કરવાનો આદેશ આપ્યો.


Related News

Loading...
Advertisement