જામનગર તા.3: જામનગર વધુ એક ડી.જે. સંચાલક સામે ફરિયાદ નોંધાઇ છે. મોડી રાત્રે મંજૂરી વગર લાઉડ સ્પીકર વગાડતા શખ્સ સામે પોલીસે જાહેરનામા ભંગ સબબ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.
જામનગરમાં વધુ એક ડી.જે.સંચાલક સામે પોલીસે કાર્યવાહી કરી છે. જેની વિગત મુજબ શહેરના મહિલા કોલેજ પાસે પ્રતાપ નગરમાં રામાપીરના મંદિર પાસે ગત રાત્રે પોણા એક વાગ્યાના સુમારે પાસ પાર્મીટ વગર જાહેરમાં ડી.જે. માઇક વગાડતા વિરલ પ્રેમજીભાઇ કબીરા નામના શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. જાહેરનામાની અમલવારી થતા આ શખ્સે જાહેરનામાનો ભંગ કરતા પોલીસે તેની સામે આઇપીસી કલમ 188 મુજબ કાર્યવાહી કરી હતી.