જામનગર તા.3
જામનગર શહેરમાં વસવાટ કરતા મહાજન યુવતી રવિના પરેશભાઇ શાહ એ તેઓના પિતાના સાથેના સંબંધ દાવે તેઓના પિતાના જાણીતા એવા જામનગરના વેપારી કીરીટ ચમનલાલ મહેતાને રૂા. 2,00,000/- જેવડી મોટી રકમ આપેલ હતી, તે રકમની પરત ચુજવણી માટે કીરીટભાઇ મહેતા દ્વારા રવિનાબેન શાહને રૂપીયા બે લાખની રકમનો ચેક આપેલ હતો, જે ચેક વસુલાત અર્થે રવિનાબેન શાહએ પોતાની બેન્કમાં રજુ કરતાં મજકુર ચેક પાસ થઇ જાય તેટલું નાણાંકીય ભંડોળ કિરીટ ચમનલાલ મહેતાના ખાતામાં નહીં હોવાના કારણે તે ચેક વગર વસુલાતે ઋીક્ષમ ઈંક્ષતીરરશભશયક્ષિં એવા શેરા સાથે પરત ફરેલ હતો, જે અંગે રવિનાબેન શાહ દ્વારા કીરીટ ચમનલાલ મહેતા સામે જામનગરની કોર્ટમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ - 138 મુજબની ફરીયાદ દાખલ કરેલ છે. આ કેસમાં ફરીયાદી રવિનાબેન શાહ વતી જામનગરના જાણીતા વકીલ હેમલ એચ. ચોટાઇ, વી. એચ. બક્ષી અને મહાજન યુવા એડવોકેટ હિરેન એમ. ગુઢકા રોકાયેલ છે.