(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.3
ટંકારા તાલુકાનાં નેસડા ખાનપર ગામે સાત જુગારી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા 1,04,500 કબ્જે કરીને સાતેય જુગારીની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરી હતી.
ટંકારા તાલુકાનાં નેસડા ખાનપર ગામે જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી હતી અને આરોપી પંકજભાઇ વાલજીભાઇ ભાડજાના ઘરમાં જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે આરોપી પંકજભાઇ વાલજીભાઇ ભાડજા (52) રહે. અંજલી એપાર્ટમેન્ટ ફલેટ નં . 202, નવલખી બાયપાસ રોડ, મોરબી, ભુદરભાઇ પરસોતમભાઇ ભીમાણી (35) રહે. નેસડા ખા., ઇબ્રાહીમભાઇ ગુલામભાઇ ચૌહાણ (55) રહે. નેસડા ખા, રમેશભાઇ દેવકરણભાઇ ગોપાણી (54) રહે. નેસડા ખા., વસંતભાઇ મગનભાઇ ઘોડાસરા (20) રહે. ખાનપર, પ્રાણજીવનભાઇ કુબેરભાઇ ભાડજા (65) રહે. નેસડા ખા., અને પ્રેમજીભાઇ નાથાભાઇ ભાડજા (60) રહે. નેસડા ખા. રોકડા 1,04,500 કબ્જે કરીને અટકાયત કરીને આગળની કાર્યવાહી કરી હતી.