સુરેન્દ્રનગર જિલ્લા ક્રાઇમ ડાયરી

03 March 2021 12:55 PM
Surendaranagar Crime
  • સુરેન્દ્રનગર જિલ્લા ક્રાઇમ ડાયરી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.3
પ્રવિણભાઇ શંકરભાઇ ઓખાભાઇ શ્રીમાળી અનુ.જાતી ઉં.વ.48 ઘંઘો વકીલાત રહે.નગવાડા હાલ રહે.નાવીયાણી તા.દસાડા જી.સુરેન્દ્રનગરએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.28/02 કલાક 11 વાગ્યાના ના અરસામાં નગવાડા ગામે આરોપી પ્રવિણભાઇ આલાભાઇ મકવાણા, આલાભાઇ હરીભાઇ મકવાણા, જગુબેન આલાભાઇ મકવાણા, ટીનાભાઇ ઉર્ફે રાજાભાઇ (રામાભાઇ) મકવાણા, લલીતભાઇ હરમાભાઇ મકવાણા, દાનાભાઇ આલાભાઇ મકવાણા, શંકરભાઇ હરીભાઇ મકવાણા રહે.બધા નગવાડા તા.દસાડા ફરીયાદીની ભત્રીજી મંજુલાબેને આંતર જ્ઞાતી પ્રેમ લગ્ન કરેલ હોય તે બંન્ને પતિ પત્ની મતદાન કરવા માટે નગવાડા ગામે આવેલ અને ફરીયાદી તથા સાહેદો મતદાન કરી ઘરે આવતા હતા તે વખતે આરોપી નંબર-1,2 ની સાથે બોલાચાલી થયેલ હોય તે બાબતનું મનદુ:ખ રાખી આરોપીઓ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી લાકડીઓ છોરીયા જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી સાહેદ મોન્ટુભાઇને હાથે ફેકચર ઇજા કરી તથા ફરીયાદી તથા સાહેદોને શરીરના ભાગે લાકડીઓ તથા છુટા પથ્થરના ઘા કરી મુંઢ ઇજાઓ કરી ગુનો કર્યો હતો.


નગવાડામાં મારામારીનો બનાવ
મંજુલાબેન પરસોતમભાઇ સામાભાઇ મકવાણા ઉં.વ.28 ઘંઘો ઘરકામ હાલ રહે.વિરમગામ જનતાનગર નીલ્કી ફાટક પાસે મૂળ ગામ નગવાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગરએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.28/02 કલાક 10/30 ના અરશામાં નગવાડા ગામે આરોપી મયંક વસંતભાઇ શ્રીમાળી, અર્જુનભાઇ વસંતભાઇ શ્રીમાળી, પ્રવિણભાઇ શંકરભાઇ શ્રીમાળી, મુકેશભાઇ શંકરભાઇ શ્રીમાળી, ઉપેન્દ્રભાઇ મુકેશભાઇ શ્રીમાળી, દેવેન્દ્રભાઇ પ્રવિણભાઇ શ્રીમાળી, રમીલાબેન પ્રવિણભાઇ શ્રીમાળી રહે.બધા નગવાડા તા.પાટડી ફરીયાદીએ સાહેદ પરસોતમભાઇ સાથે આંતર જ્ઞાતિ પ્રેમ લગ્ન કરેલ હોય અને સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં મતદાન કરી પરત જતા હતા તે વખતે આરોપીઓ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી લોખંડનો પાઇપ તથા ઘોકા જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ફરીયાદીને આરોપી રમીલાબેને બે-ત્રણ ઝાપટો મારેલ તે વખતે આરોપી પ્રવિણભાઇએ લોખંડના પાઇપ વડે ફરીયાદીને હાથે પગે બે ઘા મારી મૂંઢ ઇજા કરી તથા માથાનાં ભાગે એક ઘા મારી ઇજા કરી તથા સાહેદ પરસોતમભાઇને આરોપી અર્જુનભાઇ તથા દેવેન્દ્રભાઇએ પકડી રાખેલ તે વખતે આરોપીઓ મૂકેશભાઇ, મયંકભાઇ, ઉપેન્દ્રભાઇએ ઘોકા વડે હાથે પગે તથા શરીરના ભાગે મૂંઢ ઇજાઓ કરી ત્યારબાદ આરોપીઓ સાહેદ પ્રવિણભાઇ, રાજુભાઇ, દાનાભાઇના ઘર તરફ જઇ સાહેદો સાથે ઝગડો કરી ઘોકા વડે મૂંઢ ઇજાઓ કરી ગુનો કર્યો હતો.


વરલી મટકાનો જુગાર પોલીસે ઝડપી લીધો
સાહીલભાઇ મહંમદભાઇ સેલત જોરાવરનગર પોલીસ સ્ટેશન જી.સુરેન્દ્રનગરએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.01/03/2021 ના કલાક 16/10 ના અરસામાં જોરાવનગર ખારાકુવા વચલી ફાટક પાસે રેલ્વે પાટા પાસે જાહેરમાં આરોપી જીતેન્દ્રભાઈ ખુશાલભાઈ શુકલ જાતે બ્રાહ્મણ ઉં.વ.26 ધંધો અભ્યાસ રહે.7 રેલ્વે કોલોની બાર ક્વાટર્સ હેન્ડલુમ પાસે સુરેન્દ્રનગર, રમેશભાઈ ચતુરભાઈ સિતાપરા જાતે ચુ.કોળી ઉં.વ.54 ધંધો મજુરી રહે.જોરાવરનગર બજાર ચોકમાં જુની શાકમાર્કેટ સામે તા.વઢવાણ આરોપીઓ જાહેરમાં ગુડદી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રોકડા રૂપીયા 12,140/- તથા ગુડદી ના પાસા નંગ-02 કિં.રૂા.00/- સાથે કુલ કિં.રૂા.12,140/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાય જઇ ગુનો કર્યો હતો. આ બનાવની તપાસ એ.એસ.આઇ. એચ.વી. મારવણીયા જોરાવરનગર પો.સ્ટે. કરે છે.


ગેરકાયદેસર હથિયાર સાથે 3 શખ્સોને ઝડપાયા
શેખાભાઇ અંબારામભાઇ રોજીયા ચોટીલા પોલીસ સ્ટેશન જી.સુરેન્દ્રનગરએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.01/03 કલાક 01/15 વાગ્યે આંણદપુર ચાર રસ્તા આરોપી રવીભાઇ જોરૂભાઇ ધાધલ જાતે કાઠી દરબાર ઉં.વ.25 ધંધો ખેતી રહે.ખેરાણા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર, મહાવીરસિંહ દીવાનસિંહ પરમાર જાતે ગરાશીયા દરબાર ઉં.વ.24 ધંધો ખેતી રહે.ચોટીલા ઘાંચીવાડ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર, વિજયભાઇ ખેરાણાવાળા આરોપીઓએ વિજયભાઇ કાઠી ખેરાણાવાળા પાસે થી ગેરકાયદેસર લાયસન્સ પરવાના વગર પોતાના કબ્જામાં દેશી હાથબનાવટનો તમંચો જેની કીં.રૂા.2,000/- તથા એક જીવતો કાર્ટીસ જેની કીં.રૂા.50/- તથા ઇકો ગાડી કિં.રૂા. બે લાખ જે મળી કુલ કિં.રૂા.2,02,050/- ના મુદ્દામાલ સાથે રાખી પકડાઇ જઇ ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યો હતો.


Related News

Loading...
Advertisement