સુરેન્દ્રનગરમાં લગ્ન પ્રસંગમાં લગાવેલી 19 લાઇટની ચોરી

03 March 2021 12:41 PM
Surendaranagar Crime
  • સુરેન્દ્રનગરમાં લગ્ન પ્રસંગમાં  લગાવેલી 19 લાઇટની ચોરી

વઢવાણ, તા. 3
સુરેન્દ્રનગર લગ્ન પ્રસંગમાં લગાવવામાં આવેલી 19 લાઈટોની રાત્રે થયેલ મોટી ચોરીની તપાસ કરાવવા બાબતે નિલેશ દલપત ભાઈ સોલંકી ઉમર વર્ષ એ રજુઆત કરતા જણાવેલ છે કે, લાઈટ ડેકોરેશનનું કામ કરી મારુ ગુજરાન ચાલવું છું અને નાનો માણસ છું લોક ડાઉન પછી હજુ કામ મળવાની શરૂઆત થઈ હતી કે મારી લગાવેલી 19 લાઈટો મે નરેશભાઈ વાઘેલા ની દીકરી ના લગ્ન પ્રસંગે તા. 14/02/2021 નારોજ મોડી રાત્રે.. મોર્ડન સ્કૂલ સામે આવેલા મેદાન માં મોબાઈલ ટાવર પાસે 80 ફૂટ રોડ થી ચોરી થઈ થઈ છે. જેની બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કરેલ છે. અમો મજુર માણસ જીવવું મુશ્કેલ થઇ પડે તેમ છે. 4000 લેખે એવી 19 લાઈટ 4000  19 = 76000 + ની લાઈટ ની ચોરી ની તપાસ ઝડપી થાય અને મોર્ડન સ્કૂલ તથા મેદાન ની સામે ની સોસાયટીઓ માં લાગેલા ભભદિં કેમેરાની મદદથી અને મંડપ ના ફાડેલો પડદાં ના આધાર પુરાવા થી યોરો ને પકડી કડક માંકડ સજા થાય અને લાઈટો પરત મળે તેવી કાર્યવાહી કરવા અરજ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement