માંગરોળમાં સોની વેપારીનાં થેલાની ચીલ ઝડપ

03 March 2021 12:36 PM
Junagadh Crime
  • માંગરોળમાં સોની વેપારીનાં થેલાની ચીલ ઝડપ

જુનાગઢમાં છત પરથી નીચે પટકાયેલા યુવાનનું મોત

જુનાગઢ, તા. 3
માંગરોળમાં રહેતા અને સોનાની દુકાન ધરાવતા વેપારીના થેલાની ચીલઝડપ કરી મોટરસાયકલમાં આવેલા બે અજાણ્યા શખ્સો ભાગી છુટયા હતા. આ અંગે માંગરોળ પોલીસમાંથી મળતી વિગત મુજબ માંગરોળ સરકારી હોસ્પિટલ પાછળ રહેતા અને માંગરોળ કાપડ બજારમાં ચત્રભુજ જવેલર્સ નામની દુકાન ધરાવતા સોની ભાવેશભાઇ ચત્રભુજ જોગીયા (ઉ.વ.3પ) ગત તા. 1-3-20ર1ની રાત્રીના 10 કલાકની સુમારે પોતાની દુકાન બંધ કરતા હતા ત્યારે મોટરસાયકલમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીનો કાળા કલરનો જીન્સના થેલાની ચીલઝડપ કરી ભાગી છુટયા હતા થેલામાં પાણીની બે બોટલ બે નેપકીન, દુકાનની તિજોરીની અલગ અલગ ચાવી નંગ-6 ચશ્મા સહિત કુલ રૂા. ર00ની ચીલઝડપ કરી ભાગી છુટયાની ફરીયાદ નોંધાવતા માંગરોળ પીએસઆઇ વી.યુ.સોલંકીએ તપાસ હાથ ધરી છે.


હદપારી ઝડપાયો
જુનાગઢ દોલતપરાના રામદેવપરામાં રહેતો જુસબ ઉર્ફે કારીયો તૈયબ ગામેતી (ઉ.વ.19)ને જુનાગઢ કોર્ટે પાંચ માસ માટે હદપાર કરેલ હોય જેનો ભંગ કરી આરોપી જુસબ ઉર્ફે કારીયો દોલતપરાના રામદેવપરામાં આવતા એ ડીવીઝન પોલીસે દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


યુવાનનું મોત
જુનાગઢ ઝાંઝરડા રોડ અંકિત એપાર્ટમેન્ટ બ્લોક નં.6માં રહેતા સોહીતભાઇ કિશોરભાઇ ચાવડા (ઉ.વ.30) ગઇકાલે ગીરીરાજ સોસાયટી 3, બ્લોક નં.37, બસ સ્ટેશન પાછળ આવેલ સોસાયટીમાં છત ઉપર કામ કરી રહ્યા હતા. ત્યારે કોઇ કારણોસર નીચે પડી જતા માથામાં ઇજા થતાં ગંભીર ઇજાના કારણે મોત નોંધાયું હતું.


Related News

Loading...
Advertisement