ભાવનગરના સાણોદર ગામે ઘરમાં ઘુસી આઘેડની ઘાતકી હત્યા

03 March 2021 12:09 PM
Bhavnagar Crime
  • ભાવનગરના સાણોદર ગામે ઘરમાં ઘુસી આઘેડની ઘાતકી હત્યા
  • ભાવનગરના સાણોદર ગામે ઘરમાં ઘુસી આઘેડની ઘાતકી હત્યા
  • ભાવનગરના સાણોદર ગામે ઘરમાં ઘુસી આઘેડની ઘાતકી હત્યા
  • ભાવનગરના સાણોદર ગામે ઘરમાં ઘુસી આઘેડની ઘાતકી હત્યા

વર્ષ 2013માં થયેલી માથાકુટમાં આરોપીઓને સજા પડે તેમ હોય તે પૂર્વે દસ શખ્સોએ અદાવત રાખી : આતંક મચાવી હત્યા કરતા ચકચાર

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.3
ભાવનગરનાં સાણોદર ગામે 10 શખ્સોએ આધેડના ઘરમાં ઘુસી તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી આધેડની હત્યા કરી આધેડની પુત્રીને પણ માર મારી ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. વર્ષ ર013માં મૃતકને આરોપી સાથે ઝઘડો થયો હતો અને તેનો કેસ કોર્ટમાં ચાલતા તા.8/3/21ના રોજ આરોપીઓને સજા થાય તેમ હોય તેની દાઝ રાખી આ હત્યા કરી હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવાયું છે.આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકાના સાણોદર ગામે ગઇકાલે સાંજે ચૂંટણીમાં વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યા બાદ મોડી સાંજે 10 શખ્સોનું ટોળુ ધારીયા, પાઇપ, લાકડી જેવા હથિયારો સાથે અમરાભાઇ મેઘાભાઇ બોરીચા (ઉ.વ.60)ના મકાનમાં ઘસી જઇ લોખંડનો ડેલો તોડી અંદર જઇ મેઘાભાઇ ઉ5ર જીવલેણ હુમલો કર્યો હતો અને વચ્ચે પડેલ મેઘાભાઇની પુત્રી નિર્મળાબેનને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ નાસી છુટયા હતા.

આ બનાવની જાણ થતા જ ઘોઘા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ સોલંકી તથા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે મૃતક અમરાભાઇ બોરીચાની પુત્રી નિર્મળાબેન અમરાભાઇ બોરીચાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં આજ ગામના ભયલુભા નીરૂભા ગોહેલ, શકિતસિંહ નિરૂભા ગોહિલ, જયરાજસિંહ રાજભા ગોહિલ, કનકસિંહ હારીતસિંહ ગોહિલ, પદુભા હારીતસિંહ ગોહિલ, મુન્નાભાઇ ગોહિલ, મનહરસિંહ જગદીશસિંહ ગોહિલ, વિરમદેવસિંહ છોટુભા ગોહિલ સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે તેના પિતાને આરોપી પૈકી ભયલુભા, શકિતસિંહ, જયરાજસિંહ, પદુભા, વિરમદેવસિંહ સાથે વર્ષ ર013માં ઝઘડો થયો હતો અને તેની પોલીસ ફરીયાદ નોંધાતા આ અંગેનો કોર્ટનો ફેંસલો તા.8/3/20ર1ના રોજ આવનાર છે જેમાં આરોપીઓને સજા મળે તેમ હોય તેની દાઝ રાખી તેના િ5તાની હત્યા કરવામાં આવી છે. આ અંગે ઘોઘા પોલીસે ગુન્હો નોંધી નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ બનાવની તપાસ ડીવાયએસપી ડી.વી.કોરીયાત ચલાવી રહ્યા છે.


મૃતકને પોલીસ પ્રોટેકશન હતું
ટોળાએ ઘરમાં ઘુસી જેની હત્યા કરી છે તે મૃતક અમરાભાઇ બોરીચાને પોલીસ પ્રોટેકશન હતુ છતાં તેની હત્યા થતાં ચકચાર જાગી છે. મૃતકે 3 માસ પૂર્વે કોર્ટમાં પણ ઘોઘાના પીએસઆઇ સામે આક્ષેપ અંગે કોઇ કાર્યવાહી થતી ન હોવાની ફરીયાદ કરી છે.


Related News

Loading...
Advertisement