ડિસ્ટીગ્શન સાથે ‘પાસ’ થયેલા ભાજપના કાર્યકર્તાઓને રીટર્ન ગીફટ મળશે!

03 March 2021 12:03 PM
Rajkot ELECTIONS 2021 Gujarat
  • ડિસ્ટીગ્શન સાથે ‘પાસ’ થયેલા ભાજપના કાર્યકર્તાઓને રીટર્ન ગીફટ મળશે!

2017થી એક બાદ એક મુદત પડે છે પણ હવે નવી તારીખ આપવી મુશ્કેલ:હવે 2022 ડિસેમ્બર જ ટાર્ગેટ: બોર્ડ-નિગમ માટે અનેક રાહમાં: મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા પણ ફરી શરૂ થશે:જો કે હાલ મોવડીમંડળ, પાંચ ધારાસભા ચૂંટણીમાં વ્યસ્ત: ગુજરાતમાંથી પણ નેતાઓ જશે: પણ નિર્ણય લેવાની સ્વતંત્રતા વધી હોવાના સંકેત

રાજકોટ: ગુજરાતમાં મીની ધારાસભા જેવી મહત્વની ગણાતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપને મળેલા પ્રચંડ વિજય બાદના અનેક ચૂંટણી પુર્વેના દરેક પ્રવચનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિતના નેતાઓ કાર્યકર્તાઓને જ પક્ષની શક્તિ બનાવતા રહ્યા છે અને પેજ પ્રમુખની પેજ સમીતીની વ્યવસ્થામાં પણ આ ચૂંટણીમાં કાર્યકર્તાઓએ જે રીતે માઈક્રોલેવલના કામ સાથે પક્ષને 80% જેવી બેઠકો મળે તે નિશ્ર્ચિત કર્યુ છે

તો હવે તેઓને બોર્ડ નિગમમાં કે સરકારમાં કોઈ મહત્વના સ્થાન મળશે કે કેમ તે પણ ચર્ચા ભાજપના કાર્યકર્તાઓમાં ચાલુ થઈ છે. ઉપરાંત રાજયમાં 2017 બાદ મંત્રીમંડળનું વિસ્તરણ અને અનેક ધારાસભ્યોને સંસદીય સચીવ જેવા હોદા તથા કામગીરી અંગે પણ હવે રાહ જોવાઈ રહી છે તો પક્ષના સંગઠનમાં મોરચાઓની નવી રચના બાકી છે અને તેજ સ્થિતિ જીલ્લા મહાનગરમાં પણ છે. પક્ષના સૂત્રોએ સ્વીકાર્યુ કે કાર્યકર્તાઓ હવે મોવડીમંડળની પરીક્ષામાં ડીસ્ટીગ્શન સાથે પાસ થયા છે. મહાનગર અને પંચાયત બન્ને ચૂંટણીઓમાં પક્ષને જે વિજય મળ્યો છે પછી હવેનું ટાર્ગેટ 2022ની ધારાસભા ચૂંટણી જ છે. અગાઉ રાજયની 8 પેટાચૂંટણીમાં પણ પક્ષે પ્રચંડ વિજય મેળવ્યો હતો.


આમ તમામ પરીક્ષાઓ પુરી થઈ છે અને 2022માં જતા પુર્વે હવે કાર્યકર્તાઓ તથા સ્થાનિક સ્તરે અગ્રણીઓને ગાંધીનગરમાં કોઈ સ્થાન મળે તેવી શકયતા મજબૂત બની છે. જો કે પક્ષની પ્રાયોરીટી હવે મહાપાલિકામાં જે સતા મળી છે તેમાં નવા પદાધિકારીઓની પસંદગીની છે જે પ્રક્રિયા હવે આ સપ્તાહના અંતથી શરુ થશે. આજે બજેટ રજૂ થયા બાદ વિધાનસભાની કાર્યવાહી સાથે પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે અને નવા વિધાનસભાના સત્ર બાદ હવે મંત્રીમંડળની પુન: રચના અને બોર્ડ નિગમમાં નિયુક્તિનો રાઉન્ડ પણ આવશે તેવું પક્ષના મોવડીઓએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ સંગઠનમાં હવે નવી પદ્ધતિની કામગીરી આવશે. શ્રી પાટીલ બજેટ સત્ર માટે દિલ્હી જાય તે સમયે પણ મંત્રીમંડળની પુન: રચનાની ચર્ચા થશે. જોકે માહિતી પ્રથમ જે કઈ ફેરફારો થશે તે તા.2મે ના પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જ થઈ શકે છે. ગુજરાત ભાજપના નેતાઓને ખાસ કરીને પ.બંગાળમાં જવાબદારી સુપ્રત થશે તેવા સંકેત છે.


Related News

Loading...
Advertisement