રાહતના સંકેતો વચ્ચે પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા

03 March 2021 11:48 AM
India
  • રાહતના સંકેતો વચ્ચે પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા

ત્રણ દિવસ બાદ માર્ચમાં પ્રથમ ભાવવધારો

રાજકોટ તા.3
પેટ્રોલ-ડિઝલના બેકાબુ ભાવવધારામાં રાહત આપવા માટે કેન્દ્ર સરકાર એકસાઈઝ જકાતમાં ઘટાડો કરવાની વિચારણા કરતી હોવાના સંકેતો વચ્ચે બન્ને ઈંધણ ફરી મોંઘા થયા છે. જો કે, એક-એક પૈસાનો મામૂલી ભાવવધારો છે. પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ભાવોમાં ગત મહિને ભાવવધારો થયો હતા. છેલ્લા ત્રણ દિવસથી ભાવ સ્થિર હતા. હવે માર્ચ મહિનાનો પ્રથમ ભાવવધારો થયો છે. રાજકોટમાં પેટ્રોલ એક પૈસાની વૃદ્ધિથી 88.10 થયુ છે. ડિઝલનો ભાવ પણ એક પૈસા વધીને 87.55 થયો હતા. આંતરરાષ્ટ્રીય ક્રુડતેલના ભાવવધારાથી ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલ મોંઘા થતા હોવાના નિર્દેશ છે. ભારતમાં જો કે ઈંધણની મૂળ કિંમત કરતા કરવેરાનો બોજ ઘણો મોટો છે. સરકાર વેરાબોજ ઘટાડે તેવી લોકોમાં માંગ છે. સરકાર પણ આ દિશામાં વિચારતી હોવાનું મનાય છે.


Related News

Loading...
Advertisement