કોરોના-લોકડાઉનની અસરથી બહાર નીકળવામાં ગુજરાત પ્રથમ: જીએસટી કલેકશનમાં 12%નો વધારો

03 March 2021 11:44 AM
Gujarat Top News
  • કોરોના-લોકડાઉનની અસરથી બહાર નીકળવામાં ગુજરાત પ્રથમ: જીએસટી કલેકશનમાં 12%નો વધારો

દેશમાં ફેબ્રુઆરી માસમાં કલેકશન ટકાવારીમાં પ્રથમ ક્રમે

અમદાવાદ: દેશમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષના કલેકશનમાં ગુજરાતે દેશમાં નવો રેકોર્ડ બનાવ્યો છે અને રાજયનું જીએસટી કલેકશન 12% વધ્યુ છે જે દેશમાં ઉત્પાદકીય રાજયોમાં સૌથી ઝડપી છે. ફેબ્રુ 2021માં ગુજરાતમાં જીએસટી કલેકશન રૂા.8221 કરોડનું નોંધાયું જે 2020 ફેબ્રુઆરીમાં 7217 કરોડ હતું. ગુજરાતના બજેટમાં જે કઈ થોડી રાહતની સ્થિતિ છે તેમાં આ વધેલા કલેકશન એ મોટો ફાળો આપ્યો છે. જો કે કુલ કલેકશનમાં મહારાષ્ટ્ર હજુ નંબર વન છે. પાડોશી રાજયમાં 2021ના ફેબ્રુઆરી માસમાં ગુજરાત કરતા લગભગ ડબલ રૂા.16103 કરોડનું કલેકશન થયું છે જે તેના એક વર્ષ પુર્વેના ફેબ્રુ.ના આંકડા કરતા 2% વધુ છે. આમ દેશના અન્ય રાજય કરતા ગુજરાતમાં કોરોના લોકડાઉનની અસર ઝડપથી દૂર કરીને વ્યાપાર ધંધા ધમધમતા થયા છે તે નિશ્વિત બન્યું છે. દેશમાં મેન્યુફેકચરીંગ સ્ટેટ જેમાં વ્યાપાર-ઉદ્યોગની ઉત્પાદકીય પ્રવૃતિ સૌથી વધુ હોય તેવા રાજયમાં સામેલ છે. રાજયમાં ઉત્પાદનને પણ વેગ મળ્યો છે અને લોકોની ખરીદી પણ વધી છે. આમ માંગ વધતા રાજયનું કલેકશન પણ વધ્યુ છે. ગુજરાત સિવાયના રાજયમાં કર્ણાટકમાં 2% (રૂા.7518 કરોડ) તામીલનાડુ 9% (રૂા.7008 કરોડ) ઉતરપ્રદેશ 4% (રૂા.5997 ક્રોડ) હરીયાણા 6% (રૂા.5590) કરોડ આવે છે.


Related News

Loading...
Advertisement