નવી દિલ્હી: દેશમાં ગ્લોબલ વોર્મિંગની અસર ફકત હવામાન પર જ પડે છે તેવું નથી પણ બેન્કોના જે જંગી ધિરાણ છે તે પણ ગ્લોબલ વોર્મિંગની અસર પડે છે. દેશમાં હવામાનના ફેરફારના કારણે પુર-દુષ્કાળ તથા વાવાઝોડા જેવી સ્થિતિ બને છે તેના કારણે વ્યાપાર ઉદ્યોગને તથા માનવ જીવનને થતી અસરથી ભારતની બેન્કોના રૂા.6.19 લાખ કરોડના ધિરાણ સાથે પણ જોખમ ઉભુ થયુ છે. દેશની જાણીતી પર્યાવરણ-એનજીઓ સી.પી.ડી. દ્વારા જાહેર થયેલા એક અહેવાલ મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા, એચડીએફસી બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, એકસીસ બેન્ક જેવી અગ્રણી નાણાકીય સંસ્થાઓના વાર્ષિક રિપોર્ટના આધારે આ વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે. બેન્કો જ પર્યાવરણની દ્રષ્ટીએ સંવેદનશીલ હોય તેવા ઉદ્યોગ-સિમેન્ટ-કોલ-ઓઈલ-વિજળીમાં જે જંગી ધિરાણ કરે છે તેને વાવાઝોડા, અતિવૃષ્ટિ સહિતના ફેકટરના કારણે આ ક્ષેત્રની કંપનીઓની લોન રીપેમેન્ટ ક્ષમતાને અસર થાય છે અને તે અંદાજે 87% જ છે. હવામાનમાં ફેરફાર એ વ્યાપાર, ઉદ્યોગ સામે સૌથી મોટું જોખમ છે અને હવે તે જોખમને નાણાકીય સંસ્થાઓએ પારખી લીધુ છે. બેન્કો હવે ધિરાણ કરતા સમયે કંપનીનું ઉત્પાદન એકમ કયા જોખમી એરીયામાં છે જયાં ભારે વરસાદ, વાવાઝોડા કે હવામાનની કોઈ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાનો છે તે પણ એક રીસ્ક ફેકટર ગણે છે. આ સંગઠને 515 એકમોનો અભ્યાસ કર્યો હતો જે બેન્ક ધિરાણ સાથે જોડાયેલ છે અને તેમને પણ પ્રશ્ર્નાવલી મોકલવામાં આવી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ ઉતરીય ઓસ્ટ્રેલિયામાં કોલ માઈન સપાટીમાં ધિરાણ કર્યું છે તે આ કેટેગરીમાં આવે છે. બેન્કોની કુલ રૂા.3.83 લાખ કરોડની એસેટસ (ધિરાણ) આ કેટેગરીમાં આવે છે જયારે એચડીએફસી બેન્કનું રૂા.1.79 લાખ કરોડનું ધિરાણ પર્યાવરણ જોખમી પ્રોજેકટમાં છે.