સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ફરી સક્રિય : વધુ નવા 87 કેસ

03 March 2021 11:33 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ  ફરી સક્રિય : વધુ નવા 87 કેસ

રાજકોટ જિલ્લો બાવન કેસ સાથે મોખરે : જૂનાગઢ-ભાવનગર જિલ્લામાં કેસ વધ્યા : બોટાદ-સુરેન્દ્રનગર-પોરબંદર જિલ્લો કોરોનામુકત

રાજકોટ, તા. 3
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોરોના વાયરસ ભુલ્યો હોય તેમ ઠેર ઠેર સ્થળોએ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમના ભંગ સાથે માસ્ક પહેરવાની કાળજી નહીં દાખવતા ફરી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. એક તરફ વેકસીન રસીકરણ આગળ ધપી રહ્યું છે ત્યારે ફરી કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે જેમાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે સૌથી વધુ રાજકોટ જિલ્લામાં પર કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં 4પ શહેર 7 ગ્રામ્ય કુલ પર ભાવનગર 9 શહેર, જુનાગઢ 6 શહેર 4 ગ્રામ્ય કુલ 10, જામનગર 4 શહેર ર ગ્રામ્ય કુલ 6, અમરેલી પ, ગીર સોમનાથ 3, દ્વારકા-મોરબી 1-1 સહિત 87 પોઝીટીવ કેસ નોંધાયા છે.


જયારે રાજકોટ 39, ભાવનગર 7, જૂનાગઢ 18, જામનગર 3, અમરેલી 9, ગીર સોમનાથ 10, દ્વારકા 3, મોરબી ર સહિત 91 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી આરોગ્ય તંત્રએ રાહત અનુભવી છે.રાજયમાં નવા 454 પોઝીટીવ કેસ સામે 361 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજયનો રીકવરી રેટ 97.44 ટકા નોંધાયો છે. રાજયમાં આરોગ્ય વિભાગ દ્વારા ર,63,837 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 44 શહેર અને 7 ગ્રામ્ય સહિત પર પોઝીટીવ કેસ નોંધાયા છે. જેની સામે 39 દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોના વેકસીન રસીકરણ સાથે કોરોના કેસમાં વધારો નોંધાયો છે.


Related News

Loading...
Advertisement