ગોવામાં પતિએ પત્નીને કહ્યું, ‘તારે ટુંકા કપડા પહેરવા હોય તો જ મારી સાથે રહે, નહી તો એકલી રખડ’

03 March 2021 11:29 AM
Rajkot Crime
  • ગોવામાં પતિએ પત્નીને કહ્યું, ‘તારે ટુંકા કપડા પહેરવા હોય તો જ મારી સાથે રહે, નહી તો એકલી રખડ’

સરધારની પરિણીતાને સાસરીયાનો ત્રાસ:પટેલ પરિણીતાની ફરિયાદ પરથી પતિ, સાસુ-સસરા અને ચારેય નણંદ વિરૂઘ્ધ ત્રાસ અને મારકુટની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી:નણંદના ઘરે જતી વેળાએ પતિએ કહ્યું, ‘તુ મને ગમતી નથી હુ ખટારા નીચે ગાડી નાખી દઇશ તેમ કહી બાઇકની સ્પીડ વધારવા લાગી : સાસુ-સસરા કહેતા કે તને કામ નથી કરવું એટલે ઢોંગ કરે છે : સસરા બધાની હાજરીમાં કહેતા કે તને ન્હાવા તો બહુ જોઇએ છે:ભાડલા બહેનના ઘરે ગયા બાદ પિતાના ઘરે રોકાય ત્યારે સસરાએ પિતાને ફોન કરી કહ્યું કે તમારી દિકરીને ત્યાં જ રોકજો ત્યાં અમારે તમારી દિકરીને રહેવા મકાન લેવુ છે પૈસાની સગવડ થાય ત્યારે તેણીને તેડી જાશુ!

રાજકોટ તા.3
કુવાડવાના કુચિયાદળમાં માવતરે આવેલી દિક્ષીતાબેન દેવાંશુભાઈ ભુવા(પટેલ)(ઉ.વ.29)નામના મહિલાએ ફરિયાદમાં તેમના પતિ દેવાંશું જેન્તીભાઈ ભુવા,સસરા જેન્તી બાવા ભુવા,સાસુ મંજુબેન જેન્તીભાઈ ભુવા,નણંદ અસ્મિતાબેન જગદીશભાઈ પાનસૂરિયા,નણંદ મમતાબેન પરાગભાઈ ઢોલરીયા,દયાબેન જીગરભાઈ રોકડ અને નીલમબેન યોગેશભાઈ નકરાણી સામે ત્રાસ અને મારકૂટ અંગેની ફરિયાદ નોંધાઇ છે.


દીક્ષિતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પિયરમાં મારા પિતાની ધરે તા.04/01/ 2020 ના આવેલ અને હું મારા પિતાને ત્યા એક માસ રહેલ ત્યાર બાદ થી હું મારી બહેન ના ધરે રહુ છુ.મારા લગ્ન.તા.09/05/2018 ના રોજ જેન્તીભાઈ બાવાભાઈ ભુવા ના દિકરા દેવાંશુ જેન્તીભાઈ ભૂવા(રહે.પ્લોટ વિસ્તારમા જેન્તીભાઈ સુરાપુરા ની ડેરી ની બાજુમાં ગામ સરધાર ખારચીયા તા.જી.રાજકોટ)સાથે થયા હતા.અમે ગોવા મારી બહેન પાયલ અને બનેવી પ્રદીપ ભાઈ અમો ચારેય તથા મારી બહેન ના સંબંધી એમ કરીને અમો ચાર કપલ સાથે ફરવા ગયેલ ત્યા મારા પતિ એ મને કહેલ કે અહી બધાની જેમ ટુંકા કપડા કેમ નથી પહેરતી તો મે કહ્યું કે મારી પાસે જે કપડા છે તે પેરુ છુ

તો મારા પતિ મારી સાથે ઝગડો કરી "તુ બુધ્ધી વગર ની છો તને ખબર નથી પડતી અને તારે ટુંકા કપડા પહેરવા હોય તો જ મારી સાથે રહે નહી તો તું એકલી રખડ હું તારી સાથે નવરો નથી."ત્યારબાદ અમો દસ દિવસ ત્યા રોકાયા હતા.આ બધી વાત મારા સાસુ ને વાત કરેલ તો મારા સાસુ એ મને કહેલ કે દેવાશું પહેલેથી જ એવો છે.મે કહેલ કે એને મને ગાળો કેમ આપે છે.તો મારા સાસુ એ જણાવેલ કે,"મારા દિકરાને તારી સાથે લગ્ન નોહતા કરવા એટલે તારી સાથે આવું વર્તન કરે છે."થોડા દિવસ પછી બધું સારું થઈ જશે અને ત્યારબાદ થોડા દિવસ પછી મારા પતિને નાઈટ તથા દિવસ નોકરી આવતી ત્યારે મારા પતિ કહેતા કે તારે રુમ માથી જે વસ્તુ લેવી હોય તે લઈ લે ત્યાર બાદ તારે રુમ મા આવવુ નહી તેવુ કહેતા પતિ મારા પિયર માં તો આવવાની ના પાડતા હુ એકલી જવ તો મને બસ ભાડુ આપતા નથી.


ત્યારબાદ એક દિવસ મારા નાના નણંદ નીલમબેન ની ઘરે રોટલો ખાવા માટે ગયેલ તો રસ્તા માં મારા પતિ ઝગડો કરવા લાગેલ અને કહેલ કે,"તને ભાન પડ઼તી નથી કે તું મને ગમતી નથી અને તુ અહિથી ચાલી જા નહી હુ ખટારા નીચે ગાડી નાખી દઈશ"તેમ કહી બાઈલ ની સ્પીડ વધારવા લાગી હતી.મારા સાસુએ એક દિવસ કહ્યું કાલ થી વાડી એ આવી જાજે પછી હું સવારે ચાર વાગે ઉઠી ઘર નું તમામ કામ કરી વાડીએ જાતી વાડીએ કામ કરવામાં કોઈ ભુલ થાઈ તો મારા સાસુ સસરા કહેતા કે,"તારે કામ નથી કરવું એલે ન આવડવાના ઢોગ કરસ બાપ ની ઘરે તો ઘણુ કામ કરેલ છે મારા નણંદ અને દેવાંશુ ની હાજરી માં મારા સસરા કહેતા કે તને નાહવા તો બોવ જોઈ છે

તેમ કહી ગાળો આપતા હતા.ત્યારબાદ મારા મોટા નણંદ અસ્મિતાબેન જગદીશભાઈ પાનસુરીયા(રહે.જંગવડ તા.જસદણ)જ્યારે અમારા ઘરે રોકાવા આવતા તો હું તેમને વાત કરતી તો તે કહેતા કે તુ જ ખરાબ છો તને નો ભડતું હોય તો તુ છુટું કરી નાખ તું તારી ઘરે જતી રહે તેવું કહેતા મારા બીજા નંબર ના નંણદ મમતાબેન પરાગભાઈ ઢોલરીયા(રહે.બાલાજી પાન ની બાજુ માં કેદારનાથ સોસાયટી ગેટની અંદર કોઠારીયા રોડ)મને કહેવા લાગેલ કે"તને ખાવા તો બહુ જોઈ છે અને કામ કરવામા આલ આવે છે"મારી તબીયત સારી ન રહેતા મને છાતી મા દુખાવો થવા લાગે તો મને કહે કે તું નમાલી છો તારા બાપા ની ધરે કાઈ ખાધું નથી જેથી તુ આવી છો.મારા ત્રીજા નંબર ના નણંદ દયાબેન જીગરભાઈ રોકડ (રહે.જસદણ)એ રોકાવા માટે આવેલ હતા ત્યારે મારા સાસુ સસરા ને કહેતા કે તમે દિક્ષીતા પાસે કામ કરાવો એટલે આ ચાલી જાશે એને દેવાંશુને તો દિક્ષીતા ગમતી નથી.


મારા નાના નણંદ નીલમબેન યોગેશભાઈ નાકરાણી જે મારા સાસુ ને કહેવા લાગેલ કે અમે આ દિક્ષીતા ગમતી નથી તમે મારા ભાઈ ના લગ્ન આની સાથે કેમ કરાવ્યા.મારી બહેન પાયલ નો ફોન આવેલ કે આપણે માનતા ઉતારવા જાવું છે જેથી તા.04/01/2020 ના રોજ હું બસમાં ભાડલા આવેલ બે દિવસ રહી મારા પિતા ને મારા સસરા એ ફોન કરેલ કે તમારી દિકરીને ત્યા રોક જો અમોને રાજકોટ મકાન લેવુ છે તો તમારી દિકરી ને રેહવા માટે જેથી તમે પૈસા ની સગવડ થાય ત્યારે અમે દિક્ષીતાને તેડી જાશુ અને મારા પિતાએ ફોન કરેલ કે તમને શુ તકલીફ છે.તો મારા સસરા એ કહેલ કે અમારે રાજકોટ મકાન લેવું છે . જેથી તમે પૈસા ની સગવડ કરો ત્યારે કેજો ભલે જેટલો સમય થાય મારા સાસુ એ કહેલ કે ભલે તમારા રોટલા ખાતી ત્યાં રહે તો ખબર પડશે તેવું મારા પિતા ને ફોનમાં કહ્યુ હતું.આ બનાવ અંગે રાજકોટ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરતા એ.એસ.આઈ. વી.જી.બોરીચાએ કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement