પ્રચંડ વિજયને વધાવતું બજેટ રજુ કરતા નાણામંત્રી

03 March 2021 11:19 AM
ELECTIONS 2021 Gujarat
  • પ્રચંડ વિજયને વધાવતું બજેટ રજુ કરતા નાણામંત્રી

રૂા.2.25 લાખ કરોડનું તોતીંગ બજેટ: વિકાસની ગાડી પુરપાટ દોડાવવા સંકલ્પ : રાજયના બજેટમાં જનતાને ‘રીટર્ન ગીફટ’ જેવી જોગવાઈઓ સાથે આવતા નિતીન પટેલ: નાના ઉદ્યોગોને ધમધમતા કરવા સર્વાંગી ‘ફીલગુડ’ ની સ્થિતિ સર્જવા પ્રયાસ

રાજકોટ તા.3
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ચૂંટણી પરિણામોમાં ભાજપના પ્રચંડ વિજય બાદ 24 કલાકમાં જ હવે આજે રજુ થનારા રાજયના બજેટ પર રાજયની નજર છે. નાયબ મુખ્યમંત્રી તથા નાણા વિભાગનો ચાર્જ સંભાળતા શ્રી નિતીન પટેલ આજે તેમનું સતત નવમું રેકોર્ડબ્રેક બજેટ રજુ કરશે અને સૌની નજર હવે જે રીતે ગુજરાતની જનતાએ હાલની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને પ્રચંડ જનમત આપ્યા છે તેથી હવે નાણામંત્રી શ્રી પટેલ રાજયની જનતાને કોઈ રીટર્ન ગીફટ આપે છે કે કેમ તેના પર પ્રશ્ન છે. જો કે કોરોના કાળના કારણે 2020ના લગભગ 9 માસ સુધી રાજયની તિજોરી પર આરોગ્ય સહિતની સેવાઓ માટે જંગી ખર્ચ કરવો પડયો છે અને તેથી અન્ય વિભાગોના બજેટને પણ આરોગ્ય સેવા પાછળ વાળવા પડયા હતા પણ હવે કોરોનાની સ્થિતિ હજું કંટ્રોલમાં છે તે જોતા રાજયના વિકાસની ગાડીને ફરી પુરપાટ દોડાવવા માટ તમામ ક્ષેત્રોને સંતુલીત ફાળવણી કરવી જરૂરી છે તે વચ્ચે ચીનની ટેક્ષ આવકના સ્ત્રોત સૌથી મર્યાદીત છે અને કેન્દ્ર તરફથી જીએસટી વિ.માં જે ફાળો રાજય સરકારને મળે છે તે ગણી-ગણીને હાલ અપાય છે. કારણ કે ખુદ કેન્દ્ર પણ તંત્ર નાણાકીય સ્થિતિ વચ્ચે ચાલે છે જેથી ગુજરાતના વિકાસ માટે રાજયએ ખુદની તાકાત પર જ ચાલવું પડશે. તે વચ્ચે નાણામંત્રી શ્રી પટેલ હવે રાજયના લોકો પર બોજો વધાર્યા વગર જ વિકલ્પ કઈ રીતે વધારશે તેના પર જશે તેવા સંકેત છે. રાજય સરકારની જોકે પેટ્રોલ-ડીઝલ પરની ‘વેટ’ આવક સંતોષકારક બની રહી છે અને જીએસટી કલેકશન પણ છેલ્લા ત્રણ માસથી રાષ્ટ્રીય સ્તરે રૂા.1 લાખ કરોડથી મળ્યુ છે તે રાહત છે. પરંતુ કોરોનાનો ભય પૂર્ણ રીતે ગયો નથી તેથી સરકારે નાણાકીય અને સાધન સવલતોમાં એલર્ટ રહેવું પડશે. વ્યાપાર-ઉદ્યોગને કોરોના લોકડાઉનની અસર પડી છે. ગુજરાત એ લઘુથી લઈને મહાકાય ઉદ્યોગો માટે જાણીતુ છે અને તે ક્ષમતા જાળવી રાખવાનો પડકાર છે. રાજય સરકારના સંકેત મુજબ આ બજેટનું કદ રૂા.2.25 લાખ કરોડનું હશે અને વિકાસને જ હવે કેન્દ્રમાં રાખવામાં આવશે જેથી 2022 માટેની સરળતા બની શકે.

દરેક નાગરિકને સંતોષ થાય તેવું બજેટ: નિતીન પટેલ
રાજકોટ: ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક નવમું બજેટ રજુ કરતા નાણામંત્રી શ્રી નિતીન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં સ્વીકાર્યુ કે કોરોના-લોકડાુનની અસર ગુજરાતના ઉદ્યોગો પર પડી છે પણ રાજય સરકારે વિકાસને થંભવા દીધો નથી અને આજનું બજેટ પણ તે જ દિશા જ છે. શ્રી પટેલે દરેક લોકોને સંતોષ આપનારુ બજેટ રજુ કરવાનો દાવો કર્યો હતો અને બજેટની રકમનો પુરેપુરો ઉપયોગ અન્ય વિકાસ માટે કરશું.


Related News

Loading...
Advertisement