સૌરાષ્ટ્ર ઝોન ભાજપ લીગલ ટીમને તેમજ વિજેતા ઉમેદવારોને અભિનંદન શુભેચ્છા વર્ષા થઇ

03 March 2021 10:16 AM
Saurashtra
  • સૌરાષ્ટ્ર ઝોન ભાજપ લીગલ ટીમને તેમજ વિજેતા 
ઉમેદવારોને અભિનંદન શુભેચ્છા વર્ષા થઇ

રાજકોટ તા.3
ભારતીય જનતા પાર્ટીનો કેશરીયા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિજેતા બનીને કોંગ્રેસનો સફાયો કરવામાં ભાજપની કર્મઠ અને નિષ્ઠાવાન વકિલ મિત્રો કે જે ભાજપ લીગલ સેલના સદસ્યોએ દિવસ અને રાત ઉજાગરા કરીને ખરા સંજોગોમાં પૂર્ણ મહેનત કરવા બદલ પ્રદેશ લીગલ સેલ ક્ધવીનર જે.જે.પટેલ તેમજ ચૂંટણી લીગલ સેલ પ્રદેશ ક્ધવીનર શ્રી પરીન્દુભાઇ ભગત (કાકુભાઇ) તથા સૌરાષ્ટ્ર ઝોન લીગલ સેલ ક્ધવીનર હિતેશભાઇ દવે ચૂંટણી લીગલ સેલના સહ ક્ધવીનર વિરેનભાઇ વ્યાસ, મિતેશભાઇ નંદાણી, જયેશભાઇ બોઘરા તેમજ અંશ ભારદ્વાજ સહિતના લીગલ ટીમે દરેક વકિલ મિત્રો તથા ઉમેદવારોને શુભેચ્છા તથા અભિનંદન પાઠવેલ છે.


સૌરાષ્ટ્ર ઝોનમાં લીગલ સેલની દિવસ અને રાતની મહેનતને કારણે કોઇપણ ઉમેદવારનું ફોર્મ રદ ન થયેલ હોવાના કારણે પણ અભિનંદનને પાત્ર છે તેમજ જીતેલા ઉમેદવારો મહાનગર/નગરપાલિકા/જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતનાં જીતેલા તમામ ઉમેદવારોને પણ શુભેચ્છા તથા અભિનંદન લીગલ સેલે પાઠવેલ છે.સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં ચૂંટણી લીગલ સેલ ક્ધવીનર શ્રીઓમાં રાજકોટ શહેર નીતિનભાઇ ભૂત, રાજકોટ જિલ્લો ભાસ્કરભાઇ જસાણી, જામનગર શહેર હેમલભાઇ ચોટાઇ, જામનગર જિલ્લો રણમલભાઇ કાંબરીયા, ભાવનગર શહેર શૈલેષભાઇ ભટ્ટ, ભાવનગર જિલ્લો મનીશભાઇ ગોહિલ, દેવભૂમિ દ્વારકા ચંદ્રમૌલી જોશી, મોરબી ચીરાગભાઇ કણઝારીયા, જુનાગઢ જિલ્લો અમુભાઇ પાનસુરીયા, ગીર સોમનાથ અરવિંદભારથી ગૌસ્વામી, પોરબંદર દુષ્યંતભાઇ મહેતા, અમરેલી બકુલભાઇ પંડયા, બોટાદ હરેશભાઇ સોઢાતર, સુરેન્દ્રનગર ડો.પ્રકાશભાઇ કોરાડીયા ઉપરોકત ચૂંટણી લીગલ સેલની ટીમ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉમેદવારના ફોર્મ ભરવા ચૂંટણી વખતેની આચારસંહિતા તેમજ મતદાન તથા ફરિયાદ વિભાગ તેમજ વિજેતા થયેલા ઉમેદવારોના સર્ટીફીકેટ મેળવવા સુધીની સમગ્ર કાર્યવાહી ઉપરોકત ક્ધવીનરશ્રીઓ, સહ ક્ધવીનરો તેમજ તેમની સમગ્ર ટીમને પ્રદેશ તથા સૌરાષ્ટ્ર ઝોન શુભેચ્છા પાઠવેલ છે. સૌરાષ્ટ્ર ઝોન લીગલ સેલના ક્ધવીનર હિતેશ દવેની યાદીમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement