નવી દિલ્હી તા.3
ગ્લોબલ વોર્મીંગ (જલવાયું પરિવર્તન)ના કારણે થતું નુકશાન દુનિયાભરનાં વન્ય જીવો માટે બેહદ ખતરનાક સાબિત થશે.અમેરિકાની પત્રિકા ‘નેશનલ એકેડેમી ઓફ સાયન્સીઝ’ માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર ગ્લોબલ વોર્મીંગનાં કારણે વન્ય જીવોએ પોતાના જ ક્ષેત્રની વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડશે. જે તેમના મોતનું કારણ પણ બની શકે છે.ગરમી વધવાથી વન્ય જીવ ઠંડા વિસ્તારો તરફ વલણ ધરાવે છે પણ દેશોની સીમાઓ પર તારબંધી તેમના અસ્તિત્વનું સંકટ પેદા કરશે.ધરતી પર વધતા તાપમાનના કારણે 29 ટકા જેટલી પક્ષીઓની પ્રજાતિઓને અસર થશે અને 35 ટકા જાનવરોની પ્રજાતિઓ પર પણ વધતુ તાપમાન અસર કરી શકે છે.
આ દેશોની સીમાઓપર વધારે સંકટ:
એક અહેવાલ અનુસાર વન્ય જીવોના ક્ષેત્રમાં પસાર થતી 32 હજાર કિલોમીટરની આંતર રાષ્ટ્રીય સીમાઓ પર જાનવરોનાં અસ્તિત્વ પર સંકટ છે.વર્ષ 2050 સુધીમાં ભારત, મ્યાંમાર, અમેરિકા, મેકસિકો, ચીન, રશીયાની સીમઓ કાંટાળા તારથી બંધાવવાનો ખતરો છે. ભારત-મ્યાંરમાર સીમા પર તૈયાર થઈ રહેલી કાંટાળા તારવાળા બંધનથી 128 પ્રકારનાં માદા જીવને અસર થશે.આ વન્ય જીવો બીજા દેશનાં વન્ય ક્ષેત્રમાં ભ્રમણ નહિં કરી શકે તેમને વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડશે.
આ સ્થળો સુરક્ષિત:
60 ટકા જીવ ગર્મી વધવાથી ઠંડા વિસ્તારો તરફ જાય છે.તેમાં અમેરિકા-મેકસિકો સીમા, હિમાલય ક્ષેત્ર, મધ્ય પૂર્વી આફ્રિકા, ચીન, રશીયા સીમાવાળા વિસ્તારો સામેલ છે. જયારે પક્ષીઓ માટે એમેઝોનિયાનો વિસ્તાર સૌથી સુરક્ષીત માનવામાં આવે છે.