ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું પરિણામ : તમામ ૩૧ જિલ્લા પંચાયત ભાજપે જીતી, કોંગ્રેસને કારમી હાર

02 March 2021 10:31 PM
Gujarat Politics
  • ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું પરિણામ :  તમામ ૩૧ જિલ્લા પંચાયત ભાજપે જીતી, કોંગ્રેસને કારમી હાર

● ૨૩૧ તાલુકા પંચાયતમાંથી ૧૯૬ ભાજપે જીતી, ૩૩માં કોંગ્રેસનો વિજય ● ૮૧ નગરપાલિકામાંથી ભાજપ ૭૫, કોંગ્રેસ ૩ અને અન્ય પક્ષોએ ૩માં જીત મેળવી

રાજકોટઃ
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. રાજ્યની ૬ મહાપાલિકામાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યાં બાદ તમામ ૩૧ જિલ્લા પંચાયતમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. અને કોંગ્રેસને કારમી હાર મળી છે. જ્યારે ૨૩૧ તાલુકા પંચાયતમાંથી ૧૯૬ માં ભાજપ ૩૩માં કોંગ્રેસનો વિજય થયો છે. ૮૧ નગર પાલિકામાંથી ભાજપે ૭૫ ઉપર વિજય વાવટો ફરકાવ્યો છે. જ્યારે કોંગ્રેસ ૩ અને અન્ય પક્ષોએ ૩માં જીત મેળવી છે.

31 જિલ્લા પંચાયતની 980 બેઠકમાંથી ભાજપને 801, કોંગ્રેસને 168 સીટ તેમજ 2 આમ આદમી પાર્ટી સહિત 10 પર અન્યોનો વિજય થયો છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર ભાજપના 954, કોંગ્રેસના 937, આપના 304 અને અન્ય 460 મળીને કુલ 2,655 ઉમેદવારો મેદાનમાં હતા, જ્યારે 25 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 2021ની આ ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાં 66.49 ટકા મતદાન થયું અને 2015માં 69 ટકા મતદાન થયું હતું. વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપને 7 અને કોંગ્રેસને 22 જિલ્લા પંચાયતમાં સત્તા મેળવી હતી અને બેમાં ટાઇ થઈ હતી.

● ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગઢમાં ગાબડા

ભાજપે જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં તમામ પર વિજય મેળવી કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો છે. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલીમાં પણ ભાજપની જીત થઈ છે, જ્યારે આણંદ, સાબરકાંઠા, જામનગર જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો પરાજય થયો છે. આમ, કોંગ્રેસના દિગ્ગજો એવા પરેશ ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ, અશ્વિન કોટવાલ અને વિક્રમ માડમના ગઢમાં ગાબડાં પડ્યાં છે.

◆ ગુજરાત ચૂંટણી પરિણામ ઉમેદવાર પ્રમાણે

● જિલ્લા પંચાયત 980 ઉમેદવાર
ભાજપ 799
કોંગ્રેસ 171
અન્ય 10

● નગરપાલિકા 2720 ઉમેદવાર
ભાજપ 2086
કોંગ્રેસ 401
અન્ય 233

● તાલુકા પંચાયત 4749 ઉમેદવાર
ભાજપ 3354
કોંગ્રેસ 1231
અન્ય 164

● કુલ 8,474 ઉમેદવાર
ભાજપ 6239
કોંગ્રેસ 1803
અન્ય 407


Related News

Loading...
Advertisement