રાજકોટ સિવિલની મેડીકલ કોલેજમાં કોરોનાનો ફફડાટ : ફર્સ્ટ યરના પાંચ વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત

02 March 2021 09:19 PM
Rajkot Gujarat Saurashtra
  • રાજકોટ સિવિલની મેડીકલ કોલેજમાં કોરોનાનો ફફડાટ : ફર્સ્ટ યરના પાંચ વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત

પાર્ટ એન્ડીંગની પરીક્ષા યોજાઇ તે પહેલા જ કોરોનાએ તરખાટ મચાવ્યો : અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટીંગ કરવાનું શરૂ

રાજકોટઃ
રાજકોટમાં મહાપાલિકાની ચૂંટણી બાદ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડીકલ કોલેજમાં કોરોનાનો ફફડાટ ફેલાયો છે. ફર્સ્ટ યરના પાંચ વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. પાર્ટ એન્ડીંગની પરીક્ષા યોજાઇ તે પહેલા જ કોરોનાએ તરખાટ મચાવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સાથે જ અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટીંગ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

સિવિલની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા જ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. રાજકોટમાં આજે સાંજ સુધીમાં કોરોનાના નવા 52 કેસ નોંધાયા છે. જેમાંથી 45 કેસ રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે 39 દર્દીઓ સાજા થયા છે.


Related News

Loading...
Advertisement