રાજકોટઃ
રાજ્યમાં ગઈકાલથી સિનિયર સિટીઝને કોરોના વિરોધી રસી આપવાનું શરૂ થયું. શરૂઆતમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વડીલોને હાંકલ કરી હતી કે, વરિષ્ઠ વડીલો કોરોના વેક્સિન લઈને 'હારશે કોરોના, જીતશે ગુજરાત'ના મંત્રને સાકાર કરે. વડીલોએ ગુજરાતના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીની આ અપીલ પર પૂરો ભરોસો દાખવી રસિકરણમાં ભારે રસ દાખવ્યો છે. સતત બીજા દિવસે કોરોના રસીકરણને વડીલો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો છે. આજે ૬૦ વર્ષથી વધુ વયના તેમજ ૪૫ થી ૬૦ વર્ષના ગંભીર બિમારી ધરાવતા ફુલ પ૬,૪૮૯ વડીલોએ વેક્સિન મુકાવી છે.
દેશમાં કોરોના વેક્સિન મુકવાના મામલામાં ગુજરાત અવલ્લ રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૯,૪૧,૬૦૨ વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને ૧,૯૭,૩૫૧ વ્યકિતઓના બીજા ડોઝનું ૨સીક૨ણ પુર્ણ થયું છે. રાજયમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. તેમ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.