ગુજરાતમાં કોરોનાનું વધતું સંક્રમણ : સતત છઠ્ઠા દિવસે 400થી વધુ કેસ, આજે એક પણ દર્દીનું મોત નહીં

02 March 2021 07:55 PM
Gujarat
  • ગુજરાતમાં કોરોનાનું વધતું સંક્રમણ : સતત છઠ્ઠા દિવસે 400થી વધુ કેસ, આજે એક પણ દર્દીનું મોત નહીં

છેલ્લા 24 કલાકમાં 361 દર્દી સાજા થયા, મૃત્યુ આંક 4411, કુલ 2,70,770 સંક્રમિતોમાંથી અત્યાર સુધીમાં 2.63 લાખથી વધુ દર્દીએ કોરોનાને મ્હાત આપી

રાજકોટઃ
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના બોકાસો બોલાવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ધીમેધીમે સંક્રમણ વધી રહ્યું છે. સતત છઠ્ઠા દિવસે 400થી વધુ કેસ સપાટી પર આવ્યા છે. તેની સામે આજે 300થી વધુ દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસ વધીને 2522 થયા છે. રીકવરી રેટ ઘટીને 97.44 થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 454 કેસો નોંધાયા છે. એક પણ દર્દીનું મોત થયું નથી. જ્યારે 361 દર્દીઓ સાજા થયા છે. એ સાથે જ ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીની સંખ્યા 2,63,837 થઈ ગઈ છે. હાલ કુલ 37 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 2485 દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યનો કુલ મૃત્યુઆંક 4411 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,70,770 પર પહોંચ્યો છે.

રાજ્યમાં ભાવનગર, બોટાદ, છોટાઉદેપુ૨, ડાંગ, નવસારી, નર્મદા, પોરબંદ૨, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 8 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોઈ કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 114, વડોદરા 86, સુરત 87, રાજકોટ 52, આણંદ 11, સાબરકાંઠા - જૂનાગઢ 10, ભાવનગર - ખેડા - કચ્છ - ગાંધીનગર 9, ભરૂચ 8, મહેસાણા - જામનગર 6, અમરેલી 5, દાહોદ - મહીસાગર - પંચમહાલ 4, ગીર સોમનાથ 3, બનાસકાંઠા - વલસાડ 2, અરવલ્લી - દેવભૂમિ દ્વારકા - મોરબી - પાટણ 1.


Related News

Loading...
Advertisement