ગોધરા-મોડાસા નગરપાલિકાની 20 બેઠકો પર ચૂંટણી લડનાર AIMIMને 16 સીટ પર જીત

02 March 2021 07:27 PM
ELECTIONS 2021 Gujarat Politics
  • ગોધરા-મોડાસા નગરપાલિકાની 20 બેઠકો પર ચૂંટણી લડનાર AIMIMને 16 સીટ પર જીત

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Local Body Elections) બીજા તબક્કામાં અસાદદુદીન ઓવેસીની AIMIMએ મોડાસા અને ગોધરા નગરપાલિકામાં કુલ 20 ઉમેદવારોને ટીકીટ આપી હતી જે પૈકી 16 સીટો પર વિજય મેળવ્યો છે

AIMIMએ ગોધરા નગરપાલિકામાં કુલ 8 ઉમેદવારોને ટીકીટ આપી છે,જે પૈકી 7 બેઠકો પર વિજય થયો છે. મોડાસા નગરપાલિકામાં 12 સીટ પૈકી 9 સીટો પર ઓવેસીની પાર્ટીનો વિજય થયો છે

આ પેહલા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં AIMIMએ મુસ્લિમ બહુમતી ધરાવતા કુલ 21 બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી જોકે પાર્ટીને જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં સફળતા મળી હતી અને તેમના 7 ઉમેદવારોનો વિજય થયો હતો. જમાલપુરમાં AIMIMના 4 ઉમેદવારોની પેનલ, જ્યારે મકતમપુરા વોર્ડમાં ત્રણ ઉમેદવારો જીત્યા હતા.


Related News

Loading...
Advertisement