રાજકોટ તા.2 : નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચુંટણીઓના જાહેર થયેલા ચુંટણીના પરીણામો દરમ્યાન સૌરાષ્ટ્રમાં કયા કયા પક્ષની જીત થઇ તેની ઝાંખી અત્રે પ્રસ્તુત છે. નગરપાલિકાની વાત કરીએ તો લીંબડી, મહુવા, હળવદ, ટંકારા, દ્વારકા, ગઢડા, દ્વારકા, ઓખા, ભાણવડ, મોરબી, લીંબડી, ધ્રાંગધ્રા સહિતની નગરપાલિકાઓમાં ભાજપનો કેસરીયો લહેરાયો હતો. જયારે તાલુકા પંચાયતોમાં ચોટીલા, થાનગઢ, રાણાવાવ, કુતિયાણા, જુનાગઢ, કેશોદ, વિસાવદર, લાઠી, રાજુલા, હળવદ, ટંકારા, ચુડા, સાયલા, લીંબડી, દ્વારકા, ભાણવડ, અમરેલી વગેરેમાં ભાજપનો વિજય થયો છે. જયારે જિલ્લા પંચાયતોમાં ભાજપે રાજકોટ સહિત મોરબી, ભાવનગર, જુનાગઢ, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ ખાતે વિજય મેળવ્યો છે.