મતદારોએ કોંગ્રેસને શોધી-શોધીને હરાવ્યા : મુખ્યમંત્રી વિજય રૂપાણી

02 March 2021 05:47 PM
ELECTIONS 2021 Gujarat Politics
  • મતદારોએ કોંગ્રેસને શોધી-શોધીને  હરાવ્યા : મુખ્યમંત્રી વિજય રૂપાણી
  • મતદારોએ કોંગ્રેસને શોધી-શોધીને  હરાવ્યા : મુખ્યમંત્રી વિજય રૂપાણી
  • મતદારોએ કોંગ્રેસને શોધી-શોધીને  હરાવ્યા : મુખ્યમંત્રી વિજય રૂપાણી
  • મતદારોએ કોંગ્રેસને શોધી-શોધીને  હરાવ્યા : મુખ્યમંત્રી વિજય રૂપાણી
  • મતદારોએ કોંગ્રેસને શોધી-શોધીને  હરાવ્યા : મુખ્યમંત્રી વિજય રૂપાણી

2015ના પરાજયનો બદલો વ્યાજ સહિત લેવાયો છે : સી.આર.પાટીલનો હુંકાર : કમલમમાં ભાજપનો ભવ્ય વિજય મનાવાયો : 2022ની ચૂંટણીનુ વધુ એક ટ્રેલર રજુ થયુ હોવાનો ભાજપના વરિષ્ઠ નેતાઓનો દાવો : ગુજરાત ભાજપનો ગઢ છે અને રહેશે : મુખ્યમંત્રી : આપની જીતને હળવાશથી લેતા ભાજપ અગ્રણી

રાજકોટ, તા.2
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના બીજા તબકકામાં પણ જિલ્લા પંચાયતથી લઇ તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વિજયને વધાવતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ર01પનો પરાજયનો બદલો વ્યાજ સહિત લેવાયો છે.ગુજરાતમાં નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના સફયા સાથે ભાજપનો વિજય થયો છે. જોકે ગત વર્ષ 2015માં ભાજપને થયેલી નુકશાની આજે સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ હોવાનો વિશ્વાસ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વ્યક્ત કર્યો હતો.


ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે જણાવ્યું હતું કે પેજ કમિટી થી મતદારો સુધી સીધો સંપર્ક કરવાના કારણે ભવ્ય વિજયનું પરિણામ પાર્ટીને મળી છે એટલું જ નહીં છ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસનો સફાયો થયો હતો ત્યારે આજે નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની બેઠકોમાં મતદારોએ ભાજપને સમર્થન આપ્યું હોવાનું વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની માવજત કરી છે અને તેને આગળ ધપાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની ટીમે નાગરિકો માટે જે લોકો ઉપયોગી કામ કર્યા છે જેના કારણ આવી જાય શક્ય બન્યો હોવાની સ્પષ્ટતા કરી હતી.જોકે તેમણે એવો સ્વીકાર પણ કર્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 18 સભા અને 31 રેલી દરમિયાન ભાજપનો વિજય નિશ્ચિત હોવાનું સમર્થન આપી હતી તેમણે એમ પણ કહ્યું હતું કે મતદારોએ ભારતીય જનતા પાર્ટી ઉપર ફરીથી જે વિશ્વાસ અને અપેક્ષાઓ રાખી છે તેનાથી વધુ અપેક્ષા ઓ પૂરી કરવાનો પરિણામ લક્ષી પ્રયત્ન કરવાનો દાવો પ્રદેશ અધ્યક્ષ વ્યક્ત કર્યો હતો.


આ તબક્કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના ભવ્ય વિજય બદલ પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આજના આવેલા પરિણામથી સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય ચૂક્યો છે જોકે શહેરો કરતા ગામડાઓમાં ભાજપને વધુ બેઠકો નહીં મળે તેવી અટકળો વચ્ચે ભાજપનો ભવ્ય વિજય થયો હોવાનો સ્વીકાર કર્યો હતો વિપક્ષ પર પ્રહાર કરવાની તક વિજય રૂપાણી ચૂક્યા ન હતા આ તબક્કે તેમણે આક્ષેપ સાથે કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસના દિગ્ગજો ધારાસભ્ય નિરંજનભાઇ પટેલ ની કારમી હાર સાથે કોંગ્રેસના અનેક નેતાઓના પુત્ર સહિત અન્ય સગા વાલાને ગુજરાતની જનતાએ જુસ્સાથી વીણી વીણી ને સફાયો કર્યો છે

ત્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે હું મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.તો બીજી તરફ વિપક્ષ ઉપર ફરીથી પ્રહાર કરતાં વિજયભાઈ રૂપાણી જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાની હારી ભાળી ગઇ હતી પરિણામે તે હાર ને પાછી ઠેલવા માટે હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી રોકવાના પ્રયત્નો કર્યા હતા અંતે કોંગ્રેસનો કારમો પરાજય ગુજરાતમાં થયો છે જો કે કોંગ્રેસે ડૂબતી નાવ છે અને હવે મતદારોએ તેમને વિપક્ષ માટે પણ બેસવા લાયક રાખ્યા નથી જોકે કોંગ્રેસના આંતરિક પ્રશ્નો ઉકળતા ચરુ જેવા છે જે અંગે વિચારવું જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટી પ્રજાનો વિશ્વાસ નહીં જવા દે તેવો દાવો વિજયભાઈ રૂપાણીએ કર્યો હતો.


પત્રકારોના પ્રશ્નોનો ઉત્તર આપતા વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે આજના પરિણામોએ કોંગ્રેસને ગોતી ગોતીને હરાવ્યા છે ત્યારે આદિવાસી વિસ્તાર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત તમામ બેઠકો માં કોંગ્રેસના સુપડા સાફ થઈ ચૂક્યા છે જો કે 2015માં અમારી જે કચાસ હતી તેનું વ્યાજ સાથે નો બદલો પ્રજાએ આજે અમને આપી દીધો છે અને એટલે જ ગુજરાત એ ભાજપનો ગઢ છે હતો અને રહેશે તેવો વિશ્વાસ વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કેટલાક વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની બેઠકોની જીત અંગે પ્રશ્ન પૂછતા વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 5 હજાર જેટલી બેઠકો પૈકી આમ આદમી પાર્ટીને નગણ્ય બેઠકો પ્રાપ્ત થઈ છે પરંતુ આ જીતે જીત કહેવાય નહીં આના કરતાં તો આ પક્ષમાં વધુ બેઠકો જીતી શકાય છે જોકે અમને કોઈપણ પાર્ટીની મુશ્કેલી રહેશે નહીં તેવો દાવો કર્યો હતો


Related News

Loading...
Advertisement