અમદાવાદ જિલ્લા પંચાયતમાં મોટો અપસેટ સર્જાયો: સત્તા ભાજપની પ્રમુખ કોંગ્રેસના!

02 March 2021 05:07 PM
Ahmedabad ELECTIONS 2021 Politics
  • અમદાવાદ જિલ્લા પંચાયતમાં મોટો અપસેટ સર્જાયો: સત્તા ભાજપની પ્રમુખ કોંગ્રેસના!

એસ.ટી. અનામત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીતને પગલે...:

અમદાવાદ તા.2
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપનો અશ્વ વીનમાં છે ત્યારે અત્રે શાહપુરની બેઠકમાં મોટો અપસેટ સર્જાયો છે. આ બેઠક પર કોંગ્રેસના પારુબેન પઢારની જીત થતા જિલ્લા પંચાયતમાં સતા ભાજપની રહેશે પણ પ્રમુખ કોંગ્રેસનારહેશે!આ અંગેની વિગત એવી છે કે અમદાવાદમાં જિલ્લા પંચાયતની શાહપુર બેઠક એસ.ટી. (શિડયુલ ટ્રાઈબ) માટેની અનામત બેઠક છે. આ વખતે આ એસ.ટી.ની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પારુબેન પઢાર જીત્યા છે. એસ.ટી.ની આ અનામત બેઠક પરથી કોંગ્રેસના પારુબેન પઢાર વિજેતા બનાવવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.


Related News

Loading...
Advertisement