ટ્રમ્પ દંપતિએ વ્હાઈટ હાઉસ છોડતા પુર્વે ગુપચુપ કોરોના વેકસીન લીધી હતી

02 March 2021 04:31 PM
World
  • ટ્રમ્પ દંપતિએ વ્હાઈટ હાઉસ છોડતા પુર્વે ગુપચુપ કોરોના વેકસીન લીધી હતી

વોશિંગ્ટન: અમેરિકામાં કોરોના સંક્રમણ સમયે જેમના પર દેશને યોગ્ય નેતૃત્વ નહી આપવાનો આરોપ છે તે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા પત્ની મેલાનીયા ટ્રમ્પે વ્હાઈટ હાઉસ છોડતા પુર્વે અંતિમ દિને જ ગૂપચૂપ વેકસીન લઈ લીધી હતી. જો કે ટ્રમ્પને કઈ વેકસીનનો ડોઝ અપાયો તે જાહેર થયુ નથી. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકામાં જે વેકસીનેશન થયું તેની પાછળ મારી પ્રેરણા છે. પ્રમુખપદ છોડયા બાદના પ્રથમ જાહેર પ્રવચનમાં ટ્રમ્પે કહ્યું કે વેકસીન લેવી કોઈ રીતે પીડાદાયક ન હતું હું દરેકને વેકસીન લેવા માટે અનુરોધ કરુ છું.


Related News

Loading...
Advertisement