‘ઈન્ડીયન આઈડલ-12’માં પોતાની ગેરહાજરીનો આદિત્યે અંતે ફોડ પાડયો

02 March 2021 04:10 PM
Entertainment
  • ‘ઈન્ડીયન આઈડલ-12’માં પોતાની ગેરહાજરીનો આદિત્યે અંતે ફોડ પાડયો

શોમાં કોમેડીયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબચીયાને જોઈ અનેકની આંખો પહોંળી થઈ ગયેલી

મુંબઈ: એન્કર-એકટર-સિંગર આદિત્ય નારાયણે આખરે એ જાહેર કર્યું છે કે તે શા માટે ઈન્ડિયન આઈડલ-12 ના ગત સપ્તાહનાં એપિસોડમાં ગેરહાજર હતો અને કોમેડીયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબચીયાને એન્કરીંગ સોંપ્યુ હતું.આ અંગેની વિગત એવી છે કે શોના ગત સપ્તાહે આદિત્ય નારાયણ શોમાં એન્કરીંગ કરતો નહોતો દેખાયો અને તેની ફરજ કોમેડીયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબચીયાએ બજાવી હતી. શોમાં આદિત્યની ગેરહાજરીથી અનેક લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. હવે આદિત્યે આખરે પોતાની ગેરહાજરીનો ફોડ પાડતા જણાવ્યું હતું કે તે છેલ્લા કેટલાક સમયથી ગેસ્ટ્રોકનેમિયસ ટીયર અને જમણા પગના સ્નાયુની બિમારીથી પીડાઈ રહ્યો છે.આ તકે એન્કરીંગની જવાબદારી સંભાળી લેવા બદલ આદિત્યે ભારતીસિંહ અને તેના પતિનો આભાર માન્યો હતો. સાથે સાથે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આદિત્યે જણાવ્યું હતું કે હું આ અઠવાડીયે જ પાછો આવી રહ્યો છું.


Related News

Loading...
Advertisement