મુંબઈ: વર્ષ 2014 ની સફળ ફિલ્મ ‘એક વિલન’ની સિકવલ ‘એક વિલન રીટર્ન્સ’ ગઈકાલે જ ફલોર પર ગઈ હતી. મોહીત સુરીના નિર્દેશનમાં બનતી મુર્હુત શોટ મુંબઈમાં ગેઈટી ગેલેકસી થિયેટર ખાતે જોન અબ્રાહમ, અર્જુન કપુર, દિશા પટની, અને તારા સુતરીયા પર ફિલ્માવવામાં આવ્યો હતો.ફિલ્મને લઈને ઉતેજિત નિર્દેશક મોહીત સુરી જણાવે છે કે ‘એક વિલન રિટર્ન્સ’નું શુટીંગ શરૂ થવાથી હું ખુબ જ એકસાઈટેડ છું.હું આ દિવસની રાહ જોતો હતો જે આખરે આવી ગયો. કમનસીબે કોરોના મહામારીના કારણે આ પ્રોજેકટની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. પણ હવે હું ખુશ છું મને આશા છે કે હું ફરી એક વિલનનો જાદુ ઉભો કરીશ.મુહુર્ત શોટ સમયે માસ એન્ટરટેઈનમેન્ટ એટલે કે ફિલ્મનાં નિર્માતાઓ એકતા કપુર અને ભુષણકુમાર પણ હાજર હતા. બન્નેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ફીલ્મ ઓડીયન્સને એક નવો સિનેમેટીક અનુભવ કરાવશે. આ ફિલ્મની રીલીઝ 11 મી ફેબ્રુઆરી 2022 માં થઈ શકે છે.