‘તાંડવ’ મામલે અલાહાબાદ હાઈકોર્ટના ફેસલાથી સ્ટ્રીમીંગ ફર્મ્સમાં ડરનો માહોલ

02 March 2021 04:04 PM
Entertainment
  • ‘તાંડવ’ મામલે અલાહાબાદ હાઈકોર્ટના ફેસલાથી સ્ટ્રીમીંગ ફર્મ્સમાં ડરનો માહોલ

હાઈકોર્ટે એમેઝોનના ભારતના હેડના આગોતરા જામીન ફગાવ્યા:પશ્ચિમ ના દેશોમાં ઈસા મસીહ- પયગંબરની મજાક નથી થતી, પણ ભારતમાં દેવી-દેવતાઓ સાથે આવું કરાય છે: જસ્ટીસ સિદ્ધાર્થ

મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થતી વેબસીરીઝોના કોન્ટેન્ટ સામે તાજેતરમાં સરકારે નિયંત્રણો જાહેર કર્યા હતા, આ બધું એટલા માટે જાહેર થયેલું કે વેબસીરીઝ ‘તાંડવ’માં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાનજનક આલેખન હતું. આ મામલે કેસ થતા અલાહાબાદ હાઈકોર્ટની સિંગલ બેન્ચે તાજેતરમાં એમેઝોન પ્રાઈમ વિડીયોના ભારતના હેડ ઓફ ડેવલપમેન્ટ અપર્ણા પુરોહિતની આગોતરા અરજી નામંજુર કરી હતી. પુરોહીત પર એમેઝોન વિડીયો પ્લેટફોર્મના શો ‘તાંડવ’ને લીલીઝંડી આપીને ધાર્મિક વિદ્ધેષ ભડકાવવાનો આરોપ છે. આ મામલે સ્ટુડીયો અને સ્ટ્રીમીંગ ફર્મ્સમાં ડરનો માહોલ છે, અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર શું અસર પડશે તેની ચર્ચા થવા લાગી છે.


હાઈકોર્ટના જસ્ટીસ સિદ્ધાર્થે પોતાની ટિપ્પણીમાં લખ્યું હતું કે પશ્ર્ચિમી દેશોમાં નિર્માતાઓ ઈસા મસીહ અને અથવા પયગમ્બરની મજાક મસ્તી કરવાનું ટાળે છે, પરંતુ હિન્દુ નિર્માતાઓ આવું વારંવાર કરે છે. જો કે સામે પક્ષે એવી પણ ચર્ચા છે કે હોલીવુડમાં પણ એવી ડઝનબંધ ફિલ્મો બની છે જેમાં કેથોલીક ચર્ચ અને ક્ટ્ટર ઈસ્લામી કાયદાઓને નિશાન બનાવવામાં આવ્યા હોય આવી ફિલ્મો માટે ઈરાનની ‘ધી સર્કલ’ જેવી ફિલ્મના ઉદાહરણ અપાય છે. ટિપ્પણીમાં ન્યાયાદીશે સાથે સાથે એવું પણ જણાવ્યું હતું કે દરેક સરકારોએ આઝાદ અભિવ્યક્તિને દબાવવા માટે તેની શક્તિનો દુરુપયોગ કર્યો છે. ભારત સરકારે હંમેશા સંસ્કૃતિના નામે એવા વિચારોને દબાવવાનું કામ કર્યું છે જે યથા સ્થિતિને પડકાર આપે છે.


Related News

Loading...
Advertisement