તામીલનાડુમાં યોજાઇ રહેલી ધારાસભા ચુંટણીમાં ડીએમકેના નેતા અને મુખ્યમંત્રી પદના દાવેદાર તથા સ્વર્ગસ્થ કરુણાનીધીના પુત્ર એમ.કે. સ્તાલીન એ આગામી ચુંટણીમાં કોલાથુર ધારાસભા બેઠક પરથી પોતે ચુંટણી લડવાની જાહેરાત કરી છે અને પક્ષમાં આ માટે ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. જયારે તેમના પુત્ર અને પક્ષની યુવા મોરચાના મહામંત્રી ઉદયનીધી સ્તાલીન ચેપોક મત વિસ્તારમાંથી ચુંટણી લડશે. ઉદય પ્રથમ વખત ચુંટણી લડી રહયો છે. અને તેણે પોતાના દાદા એમ. કરુણાનીધીની ચેપોક બેઠક પસંદ કરી છે. આમ પિતા-પુત્ર બંને ચુંટણી લડી રહયા હોય તેવી તામીલનાડુમાં આ બીજી ઘટના છે. અગાઉ ખુદ કરુણાનીધી અને સ્તાલીન બંને સાથે લડયા હતા.