રાજકોટ, તા.2
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રણેતા જાણીતા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહારાજનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓ હાલ વડોદરામાં કવોરન્ટાઇન થયેલ છે. મહારાજશ્રીનો અમદાવાદના કાર્યક્રમ બાદ વડોદરા પહોંચતા જ થોડી તબીયત નાદુરસ્ત થતા તેઓને કોરોનાના લક્ષણો જેમ કે શરદી અને તાવ જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો જેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. પૂ.મહારાજશ્રીના આગામી 15 થી 20 દિવસ સુધીના કાર્યક્રમો મોકુફ રાખવાનું જણાવાયું છે.