હવે આપ પૃથ્વીની બહાર અવકાશમાં વેકેશન માણવા તૈયાર થઈ જજો, બની રહી છે સ્પેસ હોટેલ!

02 March 2021 03:11 PM
World
  • હવે આપ પૃથ્વીની બહાર અવકાશમાં વેકેશન માણવા તૈયાર થઈ જજો, બની રહી છે સ્પેસ હોટેલ!

વોયેજર સ્ટેશનમાં હશે રેસ્ટોરન્ટ, સ્પા અને સિનેમા : આ સ્પેસ હોટેલ દર 90 મિનિટે પૃથ્વીનું એક ચકકર લગાવશે, તેની બારીમાંથી થઈ શકશે પૃથ્વીની કળાઓનું દર્શન અને અવકાશનો ભવ્ય નજારો જોઈ શકાશે: વર્ષ 2027 સુધીમાં લોંચ થઈ શકે છે

ન્યુયોર્ક તા.2
હવે એ દિવસો દુર નથી કે આપ અવકાશમાં તરતી હોટેલમાં દુર અવકાશમાંથી પૃથ્વીની કળાઓ અને અવકાશના સૌદર્યને નિહાળવાનો આનંદ માણી શકશો! જીહા, સ્પેસ (અવકાશ)માં ધરતીનું ચકકર લગાવતાં પ્રથમ વોયેજર સ્ટેશન લોંચ કરવા માટેનું કામ વર્ષ 2025 માં શરૂ થઈ શકે છે અને 2027 માં તેને લોંચ કરવામાં આવી શકે છે. ભવિષ્યમાં અવકાશમાં તરતી આ હોટેલ ધરતીની નીચલી કક્ષામાં રાખવામાં આવશે.અહી રેસ્ટોરન્ટ હશે.

સિનેમા, સ્પા અને 400 લોકો માટે રૂમ પણ હશે.ઓર્બિટલ એસેમ્બલી કોર્પોરેશન (ઓએસી)નું વોયેજર સ્ટેશન વર્ષ 2027 સુધીમાં તૈયાર થઈ શકે છે. આ સ્પેશ સ્ટેશન એક મોટા વર્તુળ જેવુ હશે અને આર્ટીફીશ્યલ ગ્રેવીટી (ગુરૂત્વાકર્ષણ) પેદા કરવા માટે ફરતું રહેશે. આ ગુરૂત્વાકર્ષણ ચંદ્રનાં ગુરૂત્વાકર્ષણને બરાબર હશે. વોયેજર સ્ટેશનની હોટેલમાં એવા અનેક ફિચર્સ હશે જે ક્રુઝ શીપની યાદ અપાવશે.

રીંગની બહારની બાજુ અનેક મોડ જોડવામાં આવશે અને તેમાંથી કેટલાંક પોડ નાસા કે એસાના સ્પેસ રિસર્ચ માટે વેચી પણ શકાશે. ઓએસી અનુસાર સ્પેસ એકસનાં ફાલ્કન-9 અને સ્ટારશીપ જેવા લોંચ વ્હીકલ્સની મદદથી તેને બનાવવુ થોડુ ઓછુ મોંઘુ પડી શકે છે. કક્ષામાં ચકકર લગાવતાં સ્પેસ સ્ટેશનનો ક્ધસેપ્ટ 1950 ના દાયકામાં નાસાના એપોલો પ્રોગ્રામ સાથે જોડાયેલા વર્નર વોન બ્રોન્ટનો હતો.વોયેજર સ્ટેશન તેનાથી અનેકગણા મોટા સ્તરે છે.

આ વોયેજર સ્ટેશન દર 90 મીનીટે પૃથ્વીનું એક ચકકર પુરૂ કરશે. પહેલા તેના એક પ્રોટોટાઈપ સ્ટેશનનો ટેસ્ટ કરવામાં આવશે.ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની જેમ ફ્રી ફલાઈંગ માઈકોગ્રેવીટી ફેસીલીટીનો ટેસ્ટ કરવામાં આવશે. જે લોકોને અહી લાંબા સમય સુધી રહેવાનું છે. તેમના માટે ગુરૂત્વાકર્ષણ જોઈશે એટલે રોટેશન ખુબ જ મહત્વનું છે. રોટેશનને વધુ કે ઓછુ કરીને ગુરૂત્વાકર્ષણને પણ ઓછુ કે વધુ કરી શકાશે. જયારે ટેસ્ટ પુરા થઈ જશે તો એસટીએઆર (સ્ટ્રકચર ટ્રસ એસેમ્બલી રોબર્ટ) તેની ફ્રેમ તૈયાર કરશે. તેને બનાવવામાં બે વર્ષનો સમય લાગી શકશે. સ્પેસ માટે તૈયાર કરવામાં ત્રણ દિવસ લાગશે.


Related News

Loading...
Advertisement