રાજકોટ, તા.2
સ્થૂળતાને કંટ્રોલ કરવા ગ્રીન ટીનું સેવન કરતા હો તો એક બીજા ખાસ ખબર એ છે કે રોજ એક કપ ગ્રીન ટીનું સેવન કરવાથી ન માત્ર સ્કીન પરંતુ વાળને પણ ફાયદો થાય છે. પરંતુ જાણો છો કે આ ગ્રીન ટી આડાઅવળા સમય પર પીવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને ફાયદો ઓછો અને નુકસાન વધારે થઇ શકે છે. ગ્રીન ટી પીવાનો સાચો સમય કયો છે ? તે વિષે જાણીએ
ગ્રીન ટી કયારે લેવું ?
જો એમ માનવામાં આવે કે વહેલી સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવાથી સ્થૂળતા પર વિજય મેળવી શકાશે તો તે ખોટું છે. ખરેખર સવારે ગ્રીન ટીનું સેવન કરવાથી તેમાં રહેતા એન્ટી ઓકસીડેન્ટ તથા પોલીકેનોલ્સ શરીરના ગેસ્ટ્રીક એસીડનું ઉત્પાદન વધવા લાગે છે. જેના કારણે વ્યકિતને પેટથી જોડાયેલી સમસ્યા ઉભી થઇ શકે છે સવારના સમયે ગ્રીન ટી પીતા પહેલા જરૂર કંઇક પાવું જોઇએ. ત્યારબાદ જ ગ્રીન ટીનું સેવન કરવું.
સૂતા પહેલા ગ્રીનનું સેવન
જો નિદ્રા ન આવવાની સમસ્યા છે ત્યારે સૂતા પહેલા ગ્રીન ટીનું સેવન ન કરવું હિતાવહ છે ગ્રીન ટીમાં રહેલું કેફીન મેલા ટોનિન હોર્મોનને રીલીઝ કરવામાં બાધા ઉત્પન્ન કરે છે. જેના કારણે સૂતા પહેલા ગ્રીન ટીનું સેવન નિંદ્રામાં બાધા ઉત્પન્ન કરે છે.
દવાની સાથે કે બદામાં ગ્રીન ટી
જો કોઇ દવા લેતા હો તો ધ્યાનમાં રાખવું કે ગ્રીન ટીમ પીધા પછી તરત જ કે તેની પહેલા દવાનું સેવન ન કરવું એવું એટલા માટે કે દવામાં મોજુદ કેમિકલ્સ ગ્રીન ટીની સાથે પ્રતિક્રિયા કરવા લાગે છે જેના કારણે વ્યકિતને એસીડીટી થઇ શકે છે. દવા હંમેશા સાદા પાણીની સાથે લેવી જોઇએ.
ભોજન પછી કે પહેલા ગ્રીન ટી
જો એવું લાગતું હોય કે ભોજનની બાદ ગ્રીન ટી પીવાથી સ્થૂળતામાં ઘટાડો થશે તો તે વાત ખોટી છે. ખાવાની સાથે કે જમ્યા પછી ગ્રીન ટીનું સેવન ભોજનમાં મોજુદ પોષક તત્વોને અવશોષિત કરવામાં બાધા ઉત્પન્ન કરે છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થઇ શકે છે. ધ્યાન રાખવું કે ગ્રીન ટીનું સેવન કરવાથી લગભગ એક કલાક પછી જ કંઇક ખાવું જોઇએ.
ગ્રીન ટી સેવનની સાચી રીત
ગ્રીન ટીનું સેવન કયારેય પણ દિવસમાં 1 થી 3 કપથી વધારે ન કરવું. એમ કરવાથી શરીરને નુકસાન પહોંચી શકે છે અને વ્યકિત શારીરિક કમજોરીનો શિકાર બની શકે છે.