ઈંગ્લેન્ડમાં વિશ્વ યુધ્ધનો વણફૂટેલો બોમ્બ 80 વર્ષ બાદ ફૂટયો!

02 March 2021 12:33 PM
World
  • ઈંગ્લેન્ડમાં વિશ્વ યુધ્ધનો વણફૂટેલો બોમ્બ 80 વર્ષ બાદ ફૂટયો!

બોમ્બ ઉડાવતા પહેલા એકસેટર શહેરમાંથી 2600 લોકોને બહાર કઢાયા: વિસ્ફોટનો નજારો જોઈ લોકો કાંપી ઉઠયા

લંડન તા.2
દુનિયામાં આજે પણ વિશ્વ  યુધ્ધને તેની ભયાનકતાને કારણે યાદ કરવામાં આવે છે તે દરમ્યાન બે જુથોએ એકબીજાના કબ્જાવાળા સ્થાનોમાં મહા વિનાશક બોમ્બથી હુમલો કર્યો હતો. આ બોમ્બ વિસ્ફોટની ભયાનકતા કેવી હતી તેનો અહેસાસ ઈંગ્લેન્ડનાં લોકોને તાજેતરમાં થયો હતો.જયારે 80 વર્ષ પહેલા વિશ્ર્વ યુધ્ધમાં વણફૂટેલો બોમ્બ રિમોટ કન્ટ્રોલવી ઘટના ઈગ્લેન્ડના એકસેટર શહેરમાં બની હતી અહી લગભગ આઠ દાયકા બાદ બીજા વિશ્વ યુધ્ધનો વણફૂટેલો બોમ્બ ફૂટયો હતો જયારે આ બોમ્બની ખબર પડી તો એકસેટર શહેરમાંથી 2600 લોકોને પહેલા બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બોમ્બને ડિફયુઝ કરવાની કોશીશ કરવામાં આવી હતી. બાદમા રિમોટ ક્ધટ્રોલની મદદથી બોમ્બનો વિસ્ફોટ કરાયો હતો, જેથી આખુ આકાશ ધૂમાડાથી ઢંકાઈ ગયુ હતું અને આ નજારો જોઈને લોકો ડરથી થરથર કાપવા લાગ્યા હતા.આનો એક વિડીયો પણ સોશ્યલ મિડિયામાં પણ સોશ્યલ મિડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે આ મહા વિનાશક બોમ્બ કેટલો ખતરનાક હતો.
લોકો આ બોમ્બને લઈને સોશ્યલ મિડીયા પર ચર્ચા કરી રહ્યા છે. આ બોમ્બ વિસ્ફોટ સાંજે 6 વાગ્યા બાદ કરાયો હતો તેનો અવાજ માઈલો દુર સંભળાયો હતો.


Related News

Loading...
Advertisement