સૌરાષ્ટ્રમાં વધુ નવા 91 પોઝિટીવ કેસ, 80 દર્દી સ્વસ્થ

02 March 2021 12:15 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં વધુ નવા 91 પોઝિટીવ કેસ, 80 દર્દી સ્વસ્થ

રાજકોટ જિલ્લામાં નવા 50 અને જુનાગઢ 12 કેસ : અન્ય જિલ્લાઓમાં આંક એકી સંખ્યામાં : બોટાદ-પોરબંદર કોરોના મુકત

રાજકોટ તા. 2
સૌરાષ્ટ્રભરમાં કોરોના વેકિસનના બીજા તબકકાના રસીકરણ સાથે પોઝીટીવ કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે સ્થાનીક સ્વરાજયની ચુંટણીનાં મતદાન પહેલા બાદનાં દિવસોમાં પોઝીટીવ કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજકોટ અને જુનાગઢ જીલ્લામાં ડબલ અને અન્ય જીલ્લામાં સીંગલ આંકમાં કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન સૌરાષ્ટ્રમાં નવા 91 પોઝીટીવ કેસ સામે 80 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.
રાજકોટ જીલ્લામાં 44 શહેર 6 ગ્રામ્ય કુલ 50, જુનાગઢ પ શહેર 7 ગ્રામ્ય કુલ 1ર, જામનગર 9, ભાવનગર 5, અમરેલી 6, ગીર સોમનાથ 5, મોરબી 2, દ્વારકા-સુરેન્દ્રનગર 1-1 સહીત 91 પોઝીટીવ કેસ નોંધાયા છે.જયારે રાજકોટ-41, જામનગર 6, જુનાગઢ 7, ભાવનગર 14, ગીર સોમનાથ 7, મોરબી પ સહીત 80 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.કચ્છમાં 11 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે.રાજયમાં નવા 4ર7 કેસ સામે 360 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજયનો રીકવરી રેટ 97.47 ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જીલ્લામાં વધુ નવા 50 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં 44 શહેર અને 6 ગ્રામ્ય કેસ નોંધાયા છે. શહેરનો કુલ પોઝીટીવ આંક 16 હજારને પાર પહોંચ્યો છે.કોરોના વેકિસનના બીજા તબકકામાં રસીકરણ આગળ ધપી રહયુ છે. તેવા સમયે ફરી પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહયો છે.


ભાવનગર
ભાવનગર જીલ્લામાં પ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 618ર થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા 3 પુરુષ અને 1 સ્ત્રી મળી કુલ 4 લોકોના રીપોર્ટ પોઝીટીવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં સીહોર તાલુકાના આંબલા ગામ ખાતે 1 કેસ મળી કુલ 1 લોકોના રીપોર્ટ પોઝીટીવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.જયારે ભાવનગર મહાનગરપાલીકા વિસ્તારમા 3 કેસ મળી કુલ 3 કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પીટલમાંથી રજા અપાઇ છે. જીલ્લામાં નોંધાયેલા 6182 કેસ પૈકી હાલ ર9 દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જીલ્લામાં 69 દર્દીઓનું અવસાન થયેલ છે.


Related News

Loading...
Advertisement