સોમનાથમાં ફેબ્રુઆરી માસમાં 4,77,296 દર્શનાર્થીઓએ ભગવાનને શીશ ઝૂકાવ્યુ

02 March 2021 12:06 PM
Veraval Dharmik
  • સોમનાથમાં ફેબ્રુઆરી માસમાં 4,77,296 દર્શનાર્થીઓએ ભગવાનને શીશ ઝૂકાવ્યુ
  • સોમનાથમાં ફેબ્રુઆરી માસમાં 4,77,296 દર્શનાર્થીઓએ ભગવાનને શીશ ઝૂકાવ્યુ

સોમનાથ ટ્રસ્ટ સંચાલિત શોપીંગ સેન્ટરનાં વેપારીઓને ભાડામાં રાહત અપાઇ

વેરાવળ તા.2
પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવના ફેબ્રુઆરી માસ દરમ્યાન 4 લાખ 77 હજાર ર96 જેટલા દર્શનાર્થીઓએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવેલ છે તેમજ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત શોપીંગ સેન્ટરોમાં દુકાન ધરાવતા દુકાનદારોને ભાડામાં રાહત આપેલ છે.કોરોના કાળથી આજ સુધીના વિતેલા 11 માસમાં દિન-પ્રતિદિન સોમનાથ મહાદેવની વધતી સંખ્યામાં આ સર્વોચ્ય હોય અને માર્ચ માસમાં કોરોના અને નિયંત્રણને એક વર્ષ પૂર્ણ થનાર છે.


સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લ્હેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સાવચેતી અને શ્રધ્ધાળુઓનું સન્માન જળવાઇ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. નવેમ્બર 2020 થી સોમનાથ મંદિરે આવતા યાત્રીકોમાં ઉત્તરોતર વધારો થતો જોવા મળેલ છે તા.19 જૂન ર0ર0 સુધી કોરોના સાવચેતીના અનુસંધાને સરકારની સુચના અનુસાર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેલ હતું.


સોમનાથ ખાતે આવતા દર્શનાર્થીઓની સંખ્યામાં 2020 ના વર્ષમાં જૂન માં પ7488, જૂલાઇ માં 100393, ઓગસ્ટ માં 160000, સપ્ટે. માં 101312, ઓકટો. માં 143ર3પ, નવેમ્બર માં 3પ0640, ડીસેમ્બર માં 281696 તથા વર્ષ ર0ર1 માં જાન્યુઆરીમાં 438000 અને ફેબ્રુઆરીમાં 477ર96 દર્શનાર્થીઓએ દર્શન કરેલ છે.આ ઉપરાંત ટ્રસ્ટી સચિવ પી.કે.લ્હેરી એ જણાવેલ કે, તા.1-ર-ર0ર1 ના રોજ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત શોપીંગ સેન્ટરોમાં દુકાન ધરાવતા દુકાન ધારકોને એપ્રીલ ર0ર1 થી જૂલાઇ ર0ર1 સુધી ભાડામાં રાહત પેકેજ જાહેર કરેલ છે. આ અગાઉ એપ્રીલ ર0ર0 થી જૂન સુધી સંપૂર્ણ ભાડુ માફ કરાયેલ અને જૂલાઇ થી માર્ચ ર0ર1 નવ મહિના પ0 ટકા તથા એપ્રીલ ર0ર1 થી જૂલાઇ ર0ર1 ના ચાર માસ રપ ટકા ભાડામાં રાહત જાહેર કરેલ છે.


Related News

Loading...
Advertisement