આગામી એપ્રીલ માસમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રાહ્મણ સમાજના હોદેદારોની વરણી કરાશે

02 March 2021 11:13 AM
Saurashtra
  • આગામી એપ્રીલ માસમાં  સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રાહ્મણ સમાજના હોદેદારોની વરણી કરાશે

રાજકોટ તા. 2 : સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજના પ્રમુખ છેલભાઇ જોશી, પ્રવકતા જયંતભાઇ ઠાકર અને મીડીયા ઇન્ચાર્જ હરેશભાઇ જોષી જણાવે છે કે સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહમસમાજના તમામ હોદેદારોની વરણી/ચુંટણી આગામી એપ્રીલ-2021માં યોજાશે. આ ચુંટણી પ્રક્રિયામાં આજીવન અને પેટ્રન સભ્યો ભાગ લઇ શકશે. આથી આજીવન કે પેટર્ન સભ્ય બનવા માંગતા હોય તેવા બ્રહમબંધુઓ અને ભગીનીઓ તા. 15/3/2021 સુધીમાં મેનેજીંગ ટ્રસ્ટી ડી.જી. મહેતા સમસ્ત બ્રાહમણ બોર્ડીંગ રેલવે સ્ટેશન રોડ , અમરેલી નો સંપર્ક કરી સભ્યપદ મેળવી લેવાનો રહેશે.વધુમાં તેઓએ જણાવેલ કે તા. 15/3/2021 પછી સભ્ય પદ મેળવેલ વ્યકિત ચુંટણી પ્રક્રિયામાં ભાગ લઇ શકશે નહી. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજની હોદેદારોની વરણી/ચુંટણી ડો. અનીલભાઇ મહેતા ચુંટણી અધીકારી તરીકે રહેશે.


Related News

Loading...
Advertisement