ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના 10 કરોડ ફોલોઅર્સ થયા : ICCએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા

02 March 2021 12:11 AM
India Sports World
  • ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના 10 કરોડ ફોલોઅર્સ થયા : ICCએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા
  • ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના 10 કરોડ ફોલોઅર્સ થયા : ICCએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા

આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો એકમાત્ર ક્રિકેટર અને પ્રથમ ભારતીય બન્યો વિરાટ

નવી દિલ્હીઃ
ક્રિકેટના મેદાનમાં જે રીતે વિરાટ કોહલીની બોલબાલા છે તેમ બહાર પણ તેનો સિક્કો દોડે છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન સોશ્યલ મીડિયાનો અસલી રાજા બની ગયો છે. ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ ફોલોઅર્સ ધરાવતો તે વિશ્વનો પહેલો ભારતીય અને એકમાત્ર ક્રિકેટર બન્યો છે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઈસીસીએ ટ્વિટ કરીને વિરાટને અભિનંદન પાઠવ્યા છે.

જોકે, રમતવીરોની એકંદર યાદીમાં વિરાટ હજુ ચોથા ક્રમે છે. તેમની આગળ આવતા ત્રણેય ખેલાડીઓ ફુટબોલર છે. પહેલા પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જેના 26.5 કરોડ ફોલોઅર્સ છે. બીજો નંબર લાયોનેલ મેસ્સી છે. આર્જેન્ટિનાના દિગ્ગજ આ ફુટબોલર 18.6 કરોડ લોકો ફોલો કરે છે, જ્યારે બ્રાઝિલના નેમારને ઇન્સ્ટાગ્રામ પર 14.7 કરોડ ફોલોઅર્સ છે.

● વિરાટે વડાપ્રધાન મોદીને પણ પાછળ રાખી દીધા

આ રેકોર્ડની મદદથી વિરાટ કોહલીએ ઘણા રાજકારણીઓને અને ફિલ્મી સ્ટાર્સને પાછળ રાખી દીધા છે. ભારતીયોમાં વિરાટ પછી પ્રિયંકા ચોપરાનો નંબર આવે છે. તેને 6.08 કરોડ લોકો ફોલો કરે છે. કોહલી પછી ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોનીના 3.4 કરોડ ફોલોઅર્સ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 5.12 કરોડ ચાહકો ફોલો કરે છે.

● બ્રાન્ડ વેલ્યુમાં પણ વિરાટ અવલ્લ

10 કરોડ ફોલોઅર્સની સાથે ભારતીય કેપ્ટન પણ દેશની સૌથી મોટી બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે. વર્ષ 2020માં તેની કુલ બ્રાંડ વેલ્યુ 237.7 મિલિયન યુએસ ડોલર રહી હતી, ત્યારબાદ બીજા ક્રમે અભિનેતા અક્ષય કુમાર અને ત્રીજા સ્થાને રણવીર સિંહ છે. ફક્ત ટોચના 10 હસ્તીઓમાં કોહલી ફિલ્મ જગતની બહારના એકમાત્ર વ્યક્તિ છે.


Related News

Loading...
Advertisement