લે બોલ! મંગળ પર નાસાના રોવરનું ઓપરેટીંગ પણ વર્કફ્રોમ હોમથી!

01 March 2021 05:52 PM
Top News World
  • લે બોલ! મંગળ પર નાસાના રોવરનું ઓપરેટીંગ પણ વર્કફ્રોમ હોમથી!

ભારતીય મૂળનાં બ્રિટીશ વિજ્ઞાની ગુપ્તા વન બેડ રૂમ વાળા ફલેટમાંથી રોવરને ઓપરેટ કરે છે

ન્યુયોર્ક (અમેરીકા) તા.1
કોરોના મહામારી દરમ્યાન આવી પડેલા લોકડાઉનથી વર્ક ફ્રોમ હોમનું ચલણ શરૂ થયેલુ જે એટલુ તો લોકપ્રિય બન્યુ છે અને હજુ સુધી ચલણમાં રહ્યું છે. ત્યારે આ વર્કફ્રોમ હોમનું ચલણ હવે નાસા સુધી પહોંચ્યુ છે. નાસા તરફથી તાજેતરમાં મંગળ ગ્રહ પર મોકલવામાં આવેલ રોવરે પોતાનું કામ શરૂ કરી દીધુ છે પણ એ જાણીને નવાઈ લાગશે કે આ રોવરને એક બેડરૂમવાળા ફલેટમાંથી ઓપરેટ કરવામાં આવી રહ્યો છે. અહેવાલો મુજબ કોરોના વાઈરસનાં કારણે નાસાનાં વૈજ્ઞાનિકો પણ વર્ક ફ્રોમ હોમ કામ કરી રહ્યા છે. આ રોવરને ભારતી મૂળનાં બ્રિટીશ વિજ્ઞાની સંજીવ ગુપ્તા પોતાના એક બેડરૂમવાળા ફલેટમાંથી મંગળ પરનાં રોવરને નિયંત્રીત કરી રહ્યા છે. ગુપ્તા સાઉથ લંડનમાં એક ફલેટમાં ઉપર રહે છે, અને ત્યાંથી રોવરને ઓપરેટ કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement