આવતીકાલે અંગારકી ચોથ

01 March 2021 05:25 PM
Dharmik
  • આવતીકાલે અંગારકી ચોથ

રાજકોટ, તા. 1
આવતીકાલે મંગળવારે અંગારકી ચોથ સંકટ ચતુર્થી અને ચિત્રા નક્ષત્ર શુભ સંગમ મહા વદ ચોથને મંગળવાર તા. 2ના દિવસે અંગારકી ચોથ છે ખાસ કરીને વદ પક્ષમાં મંગળવાર આવતો હોય અને ચોથ તિથિ હોય તો તેને અંગારકી ચોથ તરીકે માનવામાં આવે છે જે આવતીકાલે મંગળવારે છે આ દિવસે આખો દિવસ ઉપવાસ રહેવો ઉપવાસમાં ફળ ગઈ દૂધ અને છાશ લઈ શકાય સાંજના સમયે દિવસ આથમ્યા પછી ગણપતિ દાદાનું પૂજન કરવું પૂજનમાં ગુલાબની પાંખડીઓને દુર્વા ખાસ અર્પણ કરવી દાદા મેં ભાખરીયા લાડવા 11 અથવા 21 બનાવી અર્પણ કરવા અને રાત્રીના ચંદ્ર ઉદય થયા પછી ચંદ્રના દર્શન કરી અને લાડવા તથા દહીં છાશ પ્રસાદ તરીકે લઈ શકાય આમ આવી રીતના અંગારકી ચોથ રહેવાથી ગણપતિ દાદાનું પૂજન કરવાથી જીવનમાં કોઈ દિવસ મુસીબત આવતી નથી જે લોકોને જીવનમાં વારંવાર મુસીબત આવતી હોય તથા જે લોકોની જન્મ કુંડળીમાં મંગળદોષ હોય મંગળ હોય જે લોકોને રહેવાનું પોતાનું મકાન ન હોય તેઓએ ખાસ અંગારકી ચોથ ફળદાયી રહેશે ચંદ્ર ઉદય નો સમય રાત્રિના 10 ને 4 મિનિટ આવતીકાલે ચિત્રા નક્ષત્ર કે જેના સ્વામી પણ મંગળ છે આવવાથી અંગારકી ચોથ વધારે ફળદાયી રહેશે તેમ શાસ્ત્રી રાજદીપ જોશી(વેદાંત રત્ન)એ જણાવેલ છે.


Related News

Loading...
Advertisement