ગુરૂવારે અયોધ્યાપુરમ જૈન તીર્થની 18મી તથા 24 માતૃપિતૃ મંદિરની સાતમી સાલગીરા ઉજવાશે

01 March 2021 05:20 PM
Dharmik
  • ગુરૂવારે અયોધ્યાપુરમ જૈન તીર્થની 18મી તથા 24 માતૃપિતૃ મંદિરની સાતમી સાલગીરા ઉજવાશે

બંધુ બેલડી આ. શ્રી જિનચંદ્રસાગરસૂરીજી મ. તથા આ. શ્રી હેમચંદ્રસાગરસૂરીજી મ. આદિની નિશ્રામાં

રાજકોટ, તા. 1
ગુજરાતના ગૌરવ સમાન વલ્લભીપુરની પાસે આવેલ અયોધ્યાપુરમ તીર્થની 18મી સાલગીરી તથા ર4 માતૃપિતૃ મંદિરની 7મી સાલગીરીની ઉજવણી આગામી તા.3 તથા તા.4ના તીર્થપ્રેરક તથા માર્ગદર્શક બંધુબેલડી આ.શ્રી જિનચંદ્રસાગરસૂરીજી મહારાજ તથા પ્રખર પ્રવચનકાર આ.શ્રી હેમચંદ્રસાગરસૂરીજી મ., પૂ. સાધ્વીજી શ્રી લક્ષગુણાશ્રીજી મ., પૂ.સા.શ્રી કુવલયાશ્રીજી મ. આદિ ઠાણાની નિશ્રામાં ઉજવાશે.આગામી તા.3જીના બુધવારે અયોધ્યાપુરમ તીર્થમાં બપોરે 1ર.39 કલાકે અઢાર અભિષેક, સાંજ 6.30 કલાકે કુમારપાલ મહારાજાની આરતી થશે.તા.4થીના ગુરૂવારે સવારે 8.30 કલાકે ધ્વજા યાત્રા, સવારે 9.30 કલાકે પ્રવચન તથા અષ્ટપ્રકારી પૂજાના વાર્ષિક આદેશના ચઢાવા થશે. બપોરે 1ર વાગે ધ્વજારોહણ, આ પ્રસંગે ભકિતકાર નિલેશ રાણાવત પધારશે. કાયમી ધજા તથા સ્વામી વાત્સલ્યના કાયમી લાભાર્થી કાંતાબેન ચંદુભાઇ કેશવજી વોરા રાજકોટ (હાલ મોમ્બાસા-કેન્યા) છે. તેમ અયોધ્યાપુરમ તીર્થના ટ્રસ્ટી જયંતભાઇ મહેતાએ જણાવેલ છે.


Related News

Loading...
Advertisement