શેરબજાર-સોના-ચાંદીમાં તેજી: સેન્સેકસ બાઉન્સ બેક: 700 પોઈન્ટ ઉછળ્યો

01 March 2021 04:03 PM
Business
  • શેરબજાર-સોના-ચાંદીમાં તેજી: સેન્સેકસ બાઉન્સ બેક: 700 પોઈન્ટ ઉછળ્યો

હેવીવેઈટ-રોકડા સહીતનાં શેરોમાં લાવ-લાવ: સેન્સેકસ ઈન્ટ્રા ડે 50,000 વટાવી ગયો

રાજકોટ તા.1
શેરબજારમાં શુક્રવારે કડાકો સર્જાયા બાદ આજે બાઉન્સબેક થયુ હતું અને પસંદગી સહીતનાં શેરોમાં ધૂમ લેવાલીથી સેન્સેકસ 700 પોઈન્ટ ઉછળ્યો હતો.સોના-ચાંદી પણ ઉંચકાયા હતા.શેરબજારમાં આજે માનસ તેજીનું બન્યુ હતું. નાણા સંસ્થાઓ લેવાલ બની જતાં સારી અસર થઈ હતી. ભારતીય અર્થતંત્ર નેગેટીવ ગ્રોથમાંથી બહાર આવી ગયુ છે અને પોઝીટીવ ગ્રોથનો આંકડાકીય રીપોર્ટ આવતાં સારી અસર હતી. આ સિવાય રસીકરણ તેજ બનતા કોરોના સામેનો જંગ વહેલો જીતાય શકવાની અટકળો ટેકારૂપ બની હતી.


સરકાર ઝડપભેર ખાનગીકરણની દિશામાં આગળ ધપતી હોવાથી સાનુકુળ પ્રભાવ હતો. જીએસટી કલેકશનનાં ફેબ્રુઆરી મહિનાના આંકડા પર મીટ માંડવામાં આવતી હતી તે પણ ઘણા સારા આવવાનો આશાવાદ વ્યકત થતો હતો. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ગત સપ્તાહના આકરી દિવસનો ગભરાટ ગાયબ થઈ ગયો હતો. કોઈ પ્રતિકુળ કારણો ન હોવાથી માનસ સંગીન તેજીનું હતુ. હેવીવેઈટની સાથોસાથ રોકડાના શેરોમાં પણ ધૂમ લેવાલી હતી.


શેરબજારમાં આજે શરૂઆત જ ગેપ-અપ હતી મોટાભાગના શેરો ઉછળવા લાગ્યા હતા. પાવરગ્રિડ, ઓએનજીસી, ગ્રાસીમ, ટાટા મોટર્સ, રીલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, યસ બેંક, ભેલ, સ્ટેટ બેંક, ટીસીએસ, ઈન્ફોસીસ, ટાઈટન, એશીયન પેઈન્ટસ, બજાજ ફીન સર્વીસ, એચસીએલ ટેકનો, એનડીએફસી, કોટક બેંક, એચડીએફસી બેંક, લાર્સન, વગેરે ઉછળ્યા હતા. બ્રિટાનીયા સીપ્લા જેવા ગણ્યા ગાંઠયા શેરો નબળા હતા. 1207 શેરો ઉંચકાયા હતા. જયારે 547 નબળા હતા.


મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 733 પોઈન્ટના ઉછાળાથી 49133 હતો જે એક તબકકે 50,000 ની સપાટી કુદાવીને 50058 થયો હતો. નીચામાં 49440 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 229 પોઈન્ટ ઉંચકાઈને 14758 હતો જે ઉંચામાં 14806 તથા નીચામાં 14638 હતો.શેરબજારની જેમ સોના-ચાંદી પણ ઉછળ્યા હતા. રાજકોટ ખાતે સોનું 200 વધીને 47550 હતું ચાંદી 800 રૂપિયા વધીને 68.800 હતું. વિશ્ર્વ બજારમાં સોનું 1752 ડોલર તથા ચાંદી 26.95 ડોલર હતી. કોમોડીટી એકસચેંજમાં સોનું 45980 તથા ચાંદી 68100 હતી.


Related News

Loading...
Advertisement